Abtak Media Google News

લોકો રસીના બંને ડોઝ લઇ સુરક્ષિત બને તે માટે મામલતદારની ગરબી મંડળમાં જઇ અપીલ

ઉપલેટા શહેરમાં જુના કાપડ બજારમાં આવેલ ડો. ગોપીબીનેની ગરબી તરીકે ઓળખાતી ગરબીમાં બાળાઓ પ્રાચીન ગરબાઓ ગીતો ગાઇ માતાજીની ભકિત કરી રહી છે.

શહેરના જુના કાપડ બજાર આવેલા પ્રાચીન મંદિર પાસે નવદુર્ગા ગરબી મંડળ આ વર્ષે 49માં માં મંગલ પ્રવેશ કરતા આયોજકો દ્વારા પ્રથમ નોરતાની આરતી મામલતદાર ગોવિંદજી  મહાવદીયા અને પત્રકાર ભરતભાઇ રાણપરીયાના હસ્તે માતાજીની મહાઆરતી ઉતરાવી પ્રારંભ કરાયો હતો. આ તકે મામલતદાર ગોવિંદજી મહાવદિયાએ ગરબી મંડળના સાનિઘ્યમાં ઉ5સ્થિત શહેરીજનોને જણાવેલ કે જેમાં માતાજીની નવરાત્રી ખલૈયાઓ માટે બે દાંડીયા વગર અધુરી લાગે છે એમ જ વહીવટી તંત્રને બે વેકસીનના ડોઝ વગર લોકોની સુરક્ષા અધુરી લાગે છે ત્યારે લોકો વધુમાં વધુ અને વહેલાસર વેકિસન લઇ પોતાનું જીવન સુરક્ષીત કરે જેથી કરીને આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આપણા શહેરમાં ન આવે તેવી અપલી કરી છે. આ તકે નવદુર્ગા ગરબી મંડળના આયોજન કિશોરભાઇ ચાવડાએ પણ વહીવટી તંત્રનો સંદેશો લઇ લોકોને રસી મુકાવી લેવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.