Abtak Media Google News

પાકિસ્તાન બોમ્બના જનક  અબ્દુલ કાદર ખાનના નિધનથી અણું સરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ રહસ્યો દફન…

પાકિસ્તાનના આલ્બમના ઝલક વૈજ્ઞાનિક ડૉ અબ્દુલ કાદર ખાન નું મૃત્યુ નિપજતા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અને અણુ કાર્યક્રમ અંગેના અનેક રહસ્યો તેમની સાથે દફન થઈ જશે અબ્દુલ કાદર ખાન પાકિસ્તાનને સત્તા બનાવવા માટે નિમિત્ત બનીને સમગ્ર વિશ્વમાં જાણીતા બન્યા હતા જોકે હવે પાકિસ્તાનના આ અણુ હથિયારો જેહાદીઓના હાથમાં સરકી જાય તેવી દહેશત સમગ્ર વિશ્વમાં ચિંતા જાગી છે

૧૯૯૮માં એટમ બોમ્બ ની તાકાત બનેલા પાકિસ્તાન ના અણું હથિયારો ના શસ્ત્રો ક્યાંક અયોગ્ય હાથોમાં સરકી જવાની સમગ્ર વિશ્વમાં ચિંતા ઊભી કરી હતી, પાકિસ્તાની સત્તાવાળાઓએ ક્યારેય સપનું નહીં જોયું હોય તે પોતાનું રાષ્ટ્ર એક અણુશક્તિના રૂપમાં ઊભરી આવશે

૧૯૭૪માં તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફીકાર તો એ દેશના વૈજ્ઞાનિકો ને ઘણું હથિયારો બનાવવા આહવાન કર્યું હતું ૮૦ના દાયકામાં પાકિસ્તાનના વિજ્ઞાનિકોએ ચીન પાસેથી યુરેનિયમ લઈને પ્રથમ તબક્કાનું પરીક્ષણ કર્યું હતું ૧૯૭૯માં અમેરિકા ને એ વાતની ગંધ આવી ગઈ હતી કે પાકિસ્તાનનો અણુબોમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે 1૧૯૮૨માં પાકિસ્તાની મધ્યપૂર્વ દેશો ની કેટલીક સંસ્થાઓ પાસેથી બોમ્બ બનાવવાની પ્રાથમિક સામગ્રી અંકે કરી હતી અને ૧૯૮૪માં રાષ્ટ્રપ્રમુખ જીયા ઉલ હકે યુરેનિયમ પ્રોસેસ પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું ત્યારે પાકિસ્તાન યુરેનિયમ ની શક્તિ વિકાસ માટે વાપરશે તેવી ખાતરી આપવામાં આવી હતી ૧૯૮૬માં વોશિંગ્ટન પોસ્ટમાં સૌપ્રથમવાર પાકિસ્તાને યુરેનિયમ પ્રોસેસીંગની પ્રક્રિયા ૯૩.૫ ટકા સુધી પૂરી કરી લીધી હોવાની જાહેરાત કરી હતી કે ૧૯૯૦માં અમેરિકામાં પ્રસિદ્ધ એક અહેવાલમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે અણુ સંધિ થઈ હોવાની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારે ૧૯૯૧માં વોલ સ્ટ્રીટ જનરલમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે પાકિસ્તાન ચીન પાસેથી અણુ બોમ્બ બનાવવાની કાચી સામગ્રી એમ ૧૧ મિસાઈલ જેવી ટેકનોલોજી મેળવી રહ્યું છે ૧૯૯૨માં પાકના વિદેશ સચિવ દ્વારા હલો કાર્યક્રમ અંગે ની ચર્ચા કરવામાં આવી હતી ૧૯૯૭માં વડાપ્રધાન નવાઝ શરીફે પ્રથમ વખત અણુ શક્તિથી સંચાલિત હથિયારો અંગે નિર્દેશ આપ્યો હતો અને ૨૮ મે ૧૯૯૮ના દિવસે પાકિસ્તાને સૌપ્રથમ વાર ટેકનોલોજી વિકાસ પામી હોવાનો જગતને અણસાર આપી દીધો હતો

વિશ્વના ઘણા દેશો પાસે અણુબોમ્બ છે પરંતુ પાકિસ્તાનના અણુ હથિયારો જગત માટે એટલા માટે ઘાતક છે કે પાકિસ્તાન ઘણું હથિયારોની સાથે-સાથે આંતકવાદના જનક તરીકે પણ જગતમાં બદનામ છે અમેરિકા પાકિસ્તાનના વૈશ્વિક આતંકવાદના મુદ્દે લાંબા સમયથી પ્રચલિત છે હવે જ્યારે પાકિસ્તાનના અણુ બોમ્બના જનક અબ્દુલકાદર ખાન ની વિદાય થઈ ચૂકી છે ત્યારે અફઘાનીસ્તાન માં તાલીબાન નો કબજો અને આંતકી સંગઠન ની હિલચાલ પાકિસ્તાનમાં રાજદ્વારી કટોકટીભરી સ્થિતિ જેવા પરિબળોને લઈને પાકિસ્તાનની અણું ટેકનોલોજીજેહાદી તત્ત્વોના હાથમાં સરકી જાય તેવા સંકેતો થી વિશ્વ મૂંઝાઈ રહ્યુ છે પાકિસ્તાનમાં અત્યારે ૧૬૫ જેટલા અણુશસ્ત્રો હોવાનું મનાઈ રહ્યું છે

વિશ્વમાં ૧૩૦૦૦ અણું શસ્ત્રોનો ખડકલો..

  • રશિયા – ૬૨૫૫
  • અમેરિકા – ૫૫૫૦
  • ચાઇના – ૩૫૦
  • ફ્રાંસ – ૨૯૦
  • ઇંગ્લેન્ડ – ૨૨૫
  • પાકિસ્તાન – ૧૬૫
  • ભારત – ૧૫૬
  • ઇઝરાયેલ – ૦૯૦

વૈશ્વિક સમુદાય દ્વારા અણુ હથિયારો નો ખડકલો જેમ બને તેમ ઓછો થાય એવા પ્રયાસો થાય છે પરંતુ હથિયારની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે વિશ્વ આખામાં પાકિસ્તાનના અણુશસ્ત્રો ની ચિંતા સૌથી વધુ થઈ રહી છે પાકિસ્તાનમાં અનેક આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જૂથ ના મુળિયા વિસ્તરેલા છે અને અનેક વખત પાકિસ્તાનના સંરક્ષણ ક્ષેત્રોમાં હુમલાઓ અને ભાંગફોડ પ્રવૃત્તિ થઈ ચૂકી છે ત્યારે હથિયારો કેવી રીતે સલામત રહી શકે તેની ચિંતા ઊભી થઈ છે.

પાકિસ્તાનના સંરક્ષણ વિભાગ અને લશ્કરી વિભાગ માં હથિયારો ની સલામતી કેટલી છે તેની ચિંતાઓ થેલી હોય ત્યારે હવે ફરીથી પાકિસ્તાનના અણુ હથિયારો જેહાદીઓના હાથમાં ન જાય તે માટે જગત ચિંતિત બન્યું છે અગાઉ અમેરિકાએ પાકિસ્તાનના એટમિક પ્રોગ્રામની સુરક્ષા માટે ભંડોળ થીલઈ ટેકનોલોજી સુધીની મદદ કરી હતી હવે જ્યારે મુખ્ય અનુવૈજ્ઞાનિક નીવિદાય થઈ ચૂકી છે ત્યારે હથિયારોને સલામતી પર જોખમ ઊભું થયું છે અને જેહાદી તત્ત્વોના હાથમાં હથિયારો સરકી જાય તેવી સ્થિતિ વચ્ચે વિશ્વભરના વિદ્યાર્થીઓની નજર પાકિસ્તાનના અણુ બોમ્બ પર મંડાઈ છે અને તેની પ્રાપ્તિ માટેના પ્રયાસો પણ ચાલશે ત્યારે પાકિસ્તાનના અત્યારની સુરક્ષા સમગ્ર વિશ્વ માટે જરૂરી બની છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.