Abtak Media Google News

પ્લેટફોર્મની મદદી વાસ્તવિક સમયમાં સમુદ્ર નીચેની ભૌતિક, રસાયણીક તેમજ ભુ-વિજ્ઞાની પરિસ્થિતિઓનું અવલોકન કરી શકાશે

ચીન દક્ષિણ સાગરમાં સૌપ્રમવાર લાંબા સમય સુધી સમુદ્રની અંદર ઓબઝર્વેશન કરવા માટે એક અન્ડર વોટર પ્લેટફોર્મ બનાવશે. ચીનના દક્ષિણ ચીન સમુદ્રને લઈને મલેશિયા, ફીલીપાઈન્સ અને વિયેતનામ સહિતના ઘણા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો વચ્ચે વિવાદો ચાલી રહ્યાં છે. આ અન્ડર વોટર પ્લેટફોર્મ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ વાસ્તવિક સમયમાં સમુદ્રની નીચેની પરિસ્થિતિઓનું અવલોકન કરવાનો છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ (સીએએસ)ના એકેડેમીક વાંગ પિનશિયાને કહ્યું કે, દક્ષિણ ચીન અને પૂર્વ ચીન સાગરમાં દીર્ધકાલીન આવલોકન માટે પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય શાંધાઈની ટોંગજી યુનિવર્સિટી અને ઈન્સ્ટીટયુટ ઓફ એકોસ્ટિકસની મદદી કરવામાં આવશે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સની માહિતી અનુસાર, વાંગ પિનશિયાને ગયા શનિવારે શાંધાઈમાં વૈજ્ઞાનિક ફોરમને કહ્યું કે, આ પ્લેટફોર્મનું નિર્માણ એ સાબિત કરે છે કે, ચીન આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સક્રિય રીતે ભાગીદારી ધરાવે છે. ઈન્સ્ટીટયુટ ઓફ એકટોસ્ટિમ્સે પ્લેટફોર્મનું સ્વરૂપ સંવેદનશીલ હોવાથી તેનું નિશ્ર્ચિત સનનો ખુલાસો અને તેના પર યેલા સંશોધન અંગે વધારાની જાણકારી આપવાની ના પાડી દીધી હતી.

દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સાગરમાં સમુદ્રી ક્ષેત્રને લઈને ચીનના વિવાદો ચાલી રહ્યાં છે. ચીન તેલ અને પ્રાકૃતિક ગેસી સંપન્ન સમુદ્રના પુરા વિસ્તાર પર માલિકીને દાવો કરે છે જયારે ફિલીપાઈન્સ, વીયેતનામ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાન પણ તેના પર માલીકીનો દાવો કરી રહ્યો છે. ચીન પૂર્વ ચીન સાગરમાં દ્વીપો ઉપર જાપાનના દાવાનો પણ વિરોધ કરી રહ્યું છે. સાઉ ચાઈના સમુદ્રના પ્લેટફોર્મ માટે ૭ ફેબ્રુઆરીએ હોંગકોંગમાં ૧૩ દેશોના ૩૩ વૈજ્ઞાનિકો એકઠા યા હતા. જેમાં યુએસ, ફ્રાન્સ, ઈટાલી અને જાપાનનો સમાવેશ થયો હતો.

ગ્લોબલ ટાઈમ્સના સાયન્સનેટના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ સમુદ્રની નીચેની ભૌતિક રસાયણિક અને ભુવિજ્ઞાની પરિસ્થિતિઓનું અવલોકન કરશે. આ ઉપરાંત અન્ય ઉદ્દેશો માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. દક્ષિણ ચીન સમુદ્રમાં પ્લેટફોર્મ ઉભું કરવા માટે ઈન્ટરનેશનલ ઓસન ડીસકવરી પ્રોગ્રામના ભાગરૂપે અલગ-અલગ ૧૩ દેશોમાંથી ૬૬ વૈજ્ઞાનિકો ભાગ લેશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.