Abtak Media Google News

જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા:

આજે નવરાત્રિનું અંતિમ અને નવમું નોરતું છે. નવલા નોરતામાં મા આધાશક્તિની આરાધના સાથે ઠેર ઠેર રાસ-ગરબાનું આયોજન થાય છે. અવનવા રાસની રમઝટ બોલે છે. જે દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને આગવી રીત પ્રસ્તુત થાય છે. ભૂંવા રાસ, હાથતાળી રાસ, રૂમાલ રાસ, તલવાર રાસ વગેરે જેવા ગરબા આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે હળવદ-ધાંગધ્રા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન રાજપુત દીકરીઓ દ્વારા રાજપુતી પોશાક સાથે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા છેલા 12 વર્ષથી રાજપૂત સમાજના દીકરીઓ દ્રારા નવરાત્રી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જો કે અગાઉના વર્ષે કોરોના મહામારીને કારણે ગરબાનું આયોજન કરી શકાયું નહોતું. અને આ વર્ષે ગરબાની મંજૂરી મળતા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતમા નોરતે ક્ષત્રિય રાજપૂત બાળાઓ દ્રારા રાજપુતા પહેરવેશ પોશાકો પેહરીને ગરબા લેવાયા હતા.

Screenshot 6 26

મોટી સંખ્યામાં દીકરીઓ દ્રારા તલવાર રાશ ગરબા રમીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તલવાર રાશ રમતા દીકરીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે અમને નવરાત્રિમાં ગરબા ગાવાનો ખૂબ જ આનંદ આવે છે અને કોરોનાની ત્રીજી લહેરનો જે ડર હતો તે પણ માતાજીએ દૂર કર્યો છે અને હંમેશા માટે આવી કોઈ મહામારી ન આવે અને દર વર્ષે આનાથી પણ વધારે હર્ષ અને ઉલ્લાસ સાથે માતાજીના આનંદથી ગરબા ગાઈ શકીએ તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.