Abtak Media Google News

સાત હજારના દોઢ લાખ પડાવવા મામા સાહેબના મંદિરથી અલ્ટો કારમાં ઉઠાવી જઇ લોધિકા પંથકમાં ગોંઘી રાખી માર માર્યોે

શહેર ભરની પોલીસે નાકાબંધી કરી યુનિવર્સિટી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સૂત્રધારને ઝડપી લીધા

ડી.સી.પી. ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એ.સી.પી. પી.કે. દિયોરા પત્રકાર પરિષદમાં આપી માહિતી: યુનિવર્સિટીના પોલીસ મથકના સ્ટાફે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતા પોલીસ-કમિશનર દ્વારા ઇનામ અપાયું

શહેરના રૈયાધારની યુવકની મામા સાહેબના મંદિરેથી સાત હજારની ઉઘરાણીના મામલે અપહરણ થયાની પોલીસ કંટ્રોલરૂમને જાણ થતા શહેરભરની પોલીસે નાકાબંધી કરી સઘન વાહન ચેકીંગ અને મોબાઇલ ટ્રેસીંગના આધારે યુનિ. પોલીસ મથકના સ્ટાફે ગણતરીના કલાકોમાં અપહરણનો ભેદ ઉકેલી અપહૃતને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારનો જામનગર રોડ પર ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લઇ પ્રાથમિક તપાશમાં સાત હજારની ઉઘરાણીમાં કારમાં ઉઠાવી જઇ દોઢ લાખની માંગણી કરી લોધિકા પંથકની વાડીમાં મારમાર્યાનું ખૂલતા પ્ર.નગર પોલીસે છ શખ્સો સામે ગુંનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયાધાર ઇન્દિરા નગરમાં રહેતા રાહુલ નરશીભાઇ બોરીચા નામના યુવકનું મામા સાહેબના મંદિર પાસેથી અલ્ટોકારમાં તેના મિત્ર સહિત રૂપિયાની ઉઘરાણીના મુદ્ે અપહરણ થયાની અપહૃતના પિતા નરશીભાઇ બોરીચાએ પોલીસને કોલ મળતા તુરંત ક્ધટ્રોલ ઇન્ચાર્જ અપહરણની ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારી અને શહેરભરમાં નાકાબંધી કરાવી હતી.

યુનિ. પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા અને ડી સ્ટાફના પી.એસ.આઇ. એ.બી. જાડેજા સહિતના સ્ટાફ સઘન વાહન ચેકીંગ અને અપહૃતનો ફોન ટ્રેસીંગ કરેલો જેમાં અપહરણકારો દ્વારા મોબાઇલ ફોનમાં દોઢ લાખની પઠાણી ઉઘરાણી કરતા પોલીસ કુનેહથી અપહૃતના માતા-પિતાને સમજાવી અપહરણકારોને પૈસા લેવા માટે રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોકમાં કરેલું.યુનિ. પોલીસ મથકના ડી-સ્ટાફ દ્વારા ગોઠાવવામાં આવેલી જાળમાં પૈસા લેવા આવેલ  દિપક રાવત ડાંગર અને હેમરાજ સુરેશ ગઢવી આબાદ ઝડપી લીધા હતા.અપહૃતના પિતા નરશીભાઈ બોરીચાએ તેના પુત્રને ફોમમાં ફોન કરી રૂપિયા ચુકવી દીધા છે અને પુત્ર રાહુલને મુક્ત કરી દેવાની વાત કરતા અપહરણકારોએ રાહુલને  કારમાં લાવી ધરમનગર પાસે ઉતારી નાશી ગયા હતા અને રાહુલને શરીરે ઈજાના નિશાન હોવાથી સરકારી વાનમાં હોસ્પિટલે ખસેડ્યો હતો.

પોલીસે ઝડપેલા દિપક ડાંગર અને હેમરાજના ફોનમાંથી મુખ્ય સુત્રધાર પ્રિતેશ ઉર્ફે દકાને રૂપિયા લેવા આવવાનું કહેતા ટીમ દ્વારા જામનગર રોડ પર ગોઠવાઈ ગઈ હતી. શેઠનગર પાસે એક શખ્સ રૂપિયા લેવા આવેલો અને પ્રિતેશ ઉર્ફે ટકાને પોલીસ હોવાની શંકા જતાં કાર લઈને નાશી છૂટતા પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કરતા રૈયા ટેલીપોન એક્ષચેન્જ પાસેથી પ્રિતેશ ઉર્ફે દકાને પકડી લીધો હતો.પોલીસે અન્ય શખ્સો ઈન્દિરા સર્કલ પાસેથી અજય ઉર્ફે સદામ બિપીન મહેતા, રૂષિક ઉર્ફે ટકો દલસુખ પરમાર અને અજય મનજી ઉધરેજીયાની ધરપકડ કરી હતી.

પ્ર.નગર પોલીસે છ શખ્સો સામે અપહરણ અને મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા એક શખ્સ નાશી છુટતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.ઝડપાયેલા અજય ઉર્ફે સદામ બિપીન મહેતા મારામારી, ચોરી અને દારૂના ગુનામાં, પ્રિતેશ ઉર્ફે દકો મારામારીના અને અજય દુધરેજીયા જાહેરનામા ભંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.ંયુનિ. પોલીસ મથકના પોલીસ ઈન્સ. એ.એસ.ચાવડા, પો.સબ.ઈન્સ. એ.બી.જાડેજા, એ.બી.વોરા, બી.જી.ડાંગર, પો.હેડ. કોન્સ. રાજેશભાઈ એન. મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા, લાલજીભાઈ ડાંગર તથા પો.કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિપકભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ અવાડીયા, બ્રિજરાજસિંહ ગોહિલ કામગીરી બજાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.