Abtak Media Google News

વર્ચ્યુઅલ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહેશે.

ભારત આર્થિક ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે અનેકવિધ પ્રકારના કાર્યો કરી રહ્યું છે ત્યારે આજે વર્ચ્યુઅલ બેઠક ચાર  દેશો વચ્ચે યોજાશે જેમાં ભારત,અમેરિકા,ઈઝરાયલ અને યુએઈ નો સમાવેશ થયો છે આજની આ બેઠક ચાર દેશો વચ્ચેની આ પ્રથમ બેઠક યોજાઈ રહી છે જેમાં મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં આર્થિક ભાગીદારી અને સંતુલન જળવાઈ રહે તે માટે બેઠક યોજાય છે.વર્ચ્યુઅલ બેઠક યોજવાના પગલે ભાગ લેનાર તમામ દેશોના વિદેશ મંત્રી એક સાથે જોડાશે અને આર્થિક ભાગીદારી કેવી રીતે વિકસાવી તે અંગે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આગામી 2024 ની ચૂંટણીમાં ભાજપ આર્થિક મુદ્દાને ધ્યાને લઇ ચૂંટણી લડશે અને 400 પ્લસ બેઠકની વહેતણી પાર કરશે ત્યારે ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા ના તમામ પગલાઓ ભારત દેશ દ્વારા લેવામાં આવી રહ્યા છે આ બેઠકમાં જે દેશો નો સમાવેશ થયો છે તેમાં વ્યક્તિગત અનેક મુદ્દાઓ સામે આવ્યા છે ભારત દેશ અંગે જો વાત કરવામાં આવે મહાદેવ આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયલ ડિફેન્સ અને ડિજિટલ શેત્રે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવામાં સફળ નીકળ્યું છે.

એવી જ રીતે યુએઈ ઓપન માર્કેટ હોવાના પગલે સૌથી મોટું ભંડોળ પણ આ જ દેશમાં જોવા મળે છે પરિણામે વિશ્વના તમામ દેશો યુએઈમાં રોકાણ કરવા માટે હમે તત્પર રહેતા હોય છે ત્યારે વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકા હાલ આર્થિક મહાસત્તા છે જેનો સાથ સહકાર કોઈ પણ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક સાબિત થઈ શકે છે.

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ઇઝરાયલ સાથે દ્વિપક્ષીય બેઠક માં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી અને બંને દેશોના સંબંધો વધુ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે મેક ઇન ઇન્ડિયા નું સપનું છે તેને શાખા કરવા માટે ઇનોવેશન અને રિસર્ચ મુદ્દે ઇઝરાયલ સાથે વાટાઘાટો કરી હતી અને તેમના સાથ સહકારની પણ માંગ કરવામાં આવી હતી. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં એ વાત સામે આવી રહી છે કે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ છે અને ટેકનોલોજી ક્ષેત્ર માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.