Abtak Media Google News

બીજા ક્વોલિફાયરમાં મજુબત જણાતી બાંગ્લાદેશની ટીમને સ્કોટલેન્ડ ધૂળ ચાટતી કર્યું

ટી- 20 વિશ્વકપમાં  સુપર-12ની ક્વોફાયર મેચમાં ઓમાને  10 વિકેટથી પાપુઆ ન્યુ ગિનીને હરાવ્યું હતુ. મેચમાં પાપુઆ ન્યુ ગિનીના સુકાનીએ અર્ધ સદી ફટકારી હતી અને 56 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારે ટીમે પોતાની  9 વિકેટે 129 રન જ કરી શકી હતી. ઓમન તરફથી ઝીશાન મકસૂદે ચાર મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. આ તકે 130 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓમનની ટીમ તરફથી ઓપનર અકિબ ઈલિયાસના અને જિતેન્દર સિંઘે અર્ધી સદી ફટકારી  વિના વિકેટે લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો. મેચ બાદ ઓમાનના ઝીશાન મકસૂદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.ઓમાનના સુકાનીએ  ટોસ જીતીને પહેલા પાપુઆ ન્યુ ગિનીને બેટીંગમાં ઉતાર્યું હતુ.

બીજો ક્વોલિફાયર મેચ સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો. જેમાં સ્કોટલેન્ડની ટીમે મજબૂત એવી બાંગ્લાદેશની ટીમને ધૂળ ચાટતી કરી દીધી હતી. ટોસ જીતી બાંગ્લાદેશની ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ટીમે ચુસ્ત બોલિંગ કરતા સ્કોટલેન્ડની ટીમને માત્ર 140 રનમાં જ લિમિટ રાખ્યું હતું અને તેમની નવ વિજ્ઞાન પણ પાડી દીધી હતી આ તકે 141 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ને માત્ર ને માત્ર 134 રનમાં જ સીમિત રાખી સ્કોટલેન્ડની ધીમે વિજય પ્રાપ્ત કર્યો હતો.

સ્કોટલેન્ડની સરખામણીમાં બાંગ્લાદેશની ટીમ ખૂબ જ મજબૂત હોવા છતાં પણ હારનો સામનો ટીમે કરવો પડ્યો હતો સ્કોટલેન્ડ ટીમ તરફથી બ્રેડ વિલે 24 રણમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી તેમનો જીતનો લક્ષ્યાંક ખૂબ સરળ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.