Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:

છેલ્લા દોઢેક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના વિશ્વભરના દેશોને બાનમાં લઈ તરખાટ મચાવી રહ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા તમામ દેશો, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો મથામણ કરી રહ્યા છે. કોરોનાને ભગાડવા જેટલું વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન થઈ રહ્યું છે તો સામે ધાર્મિક ક્ષેત્રે પણ પ્રયત્નો થઈ રહ્યા છે. વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા પુજા, હવન કરી કોરોનામુક્તિ માટે પ્રાર્થના કરાઇ રહી છે ત્યારે કેશોદમાં પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેશોદના પીપળીયાનગરમાં આવેલ સંતરામમઢી તેમજ શહેરના ચારેય દિશાના ગામોમાં અગિયાર હજાર શ્રીફળનો વાયુ શુધ્ધિ ત્રિદિવસીય હોમાત્મક હવન કરાયો હતો. કણેરી, અગતરાય, મહંત સીમરોલી તેમજ સોંદરડા રામ મંદિર ખાતે વાતાવરણમાંથી કોરોના દૂર થાય તે માટે વાયુ શુધ્ધિ ત્રિદિવસીય હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના પ્રથમ દિવસે યજ્ઞ આચાર્ય મહાદેવ પ્રસાદજી દ્વારા શાસ્ત્ત્રોક્ત વિધિ સાથે નાળિયેરમાં 32 પ્રકારની ઔષધિય પુરી 2600 નાળીયેરનો હોમાત્મક કરવામાં આવ્યો હતો. આજ રીતે કુલ 5 ગામના રામ મંદિર ખાતે કુલ 11000 હજાર નાળીયેરનો હોમાત્મક થશે જયારે બપોર બાદ શહેરમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યુ છે. આ આ આયોજન સંત મુળદાસબાપુ રામ મઢી- સુરત દ્વારા કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.