Abtak Media Google News

એસઓજીએ દરોડો પાડી રૂપિયા 37 હજારની કિંમતના 5.કીલો,200ગ્રામ ગાંજાના છોડ સાથે ખેડૂતની ધરપકડ કરી

જસદણ તાલુકાના કોઠી ગામે એસઓજીએ દરોડો પાડી કપાસના પાકમાં ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ રૂા.37,000 ની કિંમતના 29 લીલા ગાંજાના છોડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરીને કડક હાથે ડામી દેવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એસઓજીના પી.આઈ. એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.

જસદણ તાલુકાના કોઠી ગામે રહેતો દિનેશ ગોરધન ચૌહાણ નામનો શખ્સ ગાંજાની ખેતી કરતો હોવાનુ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા અને રણજીતભાઈ ધાંધલને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. એચ.એમ.રાણા, જી.જે.ઝાલા, એ.એસ.આઈ. ભુપેન્દ્રસિંહ જાડેજા અને વિજયભાઈ ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડી ખેતરમાં કપાસના પાકમાં વાવેતર કરેલા લીલા ગાંજાના 29 છોડ મળી આવતા પોલીસે રૂા.37,000 ની કિંમતનો મુદ્દામાલ સાથે દિનેશ ચૌહાણની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.