Abtak Media Google News

ભારે વરસાદની સાથે લેન્ડ સ્લાઈડ અને મડ સ્લાઈડ થવાની શક્યતા : પ્રતિ કલાક 140 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની ભીતિ

વૈશ્વિક સ્તરે સતત ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે જેના પરિણામે અને કુદરતી આફતનો સામનો લોકોએ કરવો પડે છે ત્યારે મેક્સિકોના પેસિફિક તટ હુરીકેન વાવાઝોડું ભારતીય સમય મુજબ સાંજના સમયે ત્રાટક છે પરિણામે મેક્સિકોના અનેક વિસ્તારમાં ભારે વરસાદ સાથોસાથ લેન્ડ સ્લાઈડ અને મડ સ્લાઈડ થવાની ભીતિ છે. બીજી તરફ તે શક્યતા પણ સેવાઈ રહી છે કે વાવાઝોડા સમયે પવનની ગતિ પ્રતિ કલાક એક તો 140 કિલોમીટરની રહેશે.

આ તકે લોકોની સલામતી જળવાઈ રહે તે માટે મેક્સિકો ના નેશનલ વોટર કમિશન અને લઝારો કારડીનાસના સિપોર્ટ દ્વારા રહેવાસીઓ માટે 6 ઇમરજન્સી શેલટર ઉભા કરવામાં આવ્યા છે. સાથોસાથ ત્યાંના સ્થાનિક લોકોને પણ હાલ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે મેક્સિકો સરકાર દ્વારા કોઈપણ જાનમાલને નુકસાન ન પહોંચે તે માટેના તમામ જરૂરી પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. ધીરે-ધીરે હુરીકેન વાવાઝોડું મેક્સિકો તરફ આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.