Abtak Media Google News

હિંદુ ધર્મનું અપમાન થતા હોવાથી વેબ સીરિઝ આશ્રમનું નામ બદલવા બજરંગ દળની માંગ

મધ્ય પ્રદેશના ભોપાલમાં વેબ સીરિઝ આશ્રમ-૩ના શૂટિંગ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓએ ભારે હંગામો કર્યો. બજરંગ દળના કાર્યકર્તાઓએ પ્રકાશ ઝા પર શાહી ફેંકી અને શૂટિંગનું કામ કરી રહેલા કર્મચારીઓને માર માર્યો. બજરંગ દળના કાર્યકર્તાઓએ વેનિટી વાન સહિત પાંચ વાહનોમાં તોડફોડ પણ કરી. બજરંગ દળના હુમલામાં ચારથી પાંચ કર્મચારીઓને ઈજા થઈ છે.

ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચેલી પોલીસ કાર્યકર્તાઓને ખદેડી દીધા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. જણાવાઈ રહ્યું છે કે, જૂની જેલના રસ્તામાં ગાડીઓ રોકીને તેમાં તોડફોડ કરી. આ દરમિયાન એક ન્યૂઝ ચેનલની યુનિટ પર પણ હુમલો કરાયો. આ દરમિયાન લગભગ એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો.

બજરંગ દળ તરફથી તથાકથિત રીતે પ્રકાશ ઝાની ફિલ્મના સેટ પર તોડફોડ કરવા મામલે ભોપાલ ડીઆઈજી ઈરશાદ અલીએ જણાવ્યું કે, જે પણ તોફાની તત્વો હતા, તેમને પરિસરમાંથી બહાર કરી દેવાયા છે. કોઈને ઈજા નથી થઈ. તોફાની તત્વોની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી.

આ ઘટના બાદ ડાયરેક્ટર પ્રકાશ ઝા તરફથી કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું. તેમણે પોલીસમાં ફરિયાદ કરવાનો ઈનકાર કરી દીધો છે. તો, બજરંગ દળે પ્રકાશ ઝા પર આરોપ લગાવ્યો ક, તેઓ હિંદુ ધર્મને બદનામ કરી રહ્યા છે. તેમણે પોતાની વેબ સીરિઝ આશ્રમનું નામ બદલવું જોઈએ, નહીં તો ભોપાલમાં શૂટિંગ નહીં કરવા દેવામાં આવે. જણાવાઈ રહ્યું છે કે, ઘટના સમયે વેબ સીરિઝમાં કાશીપુર વાલે બાબા નિરાલાની ભૂમિકા નિભાવી રહેલો એક્ટર બોબી દેઓલ પણ ત્યાં હાજર હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.