Abtak Media Google News

” ઢાંકેલા રતન ” પુસ્તકમાં અંદાજે 135 જેટલી અટકોનો ઇતિહાસ અને 550 જેટલી વંશાવલીઓ અને કડવા પાટીદારમાં થયેલા મહાન 30 જેટલા સંતશ્રીઓના જીવન ઝરમર તેમના ફોટા સહિત કંડારેલ છે. જે આજની પેઢી અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ  અને વિરાસત સમાન બની રહેશે. આ પુસ્તકના માધ્યમથી  દેવરાજભાઈ કરડાણીએ કડવા પાટીદાર સમાજના વિસરાતા જતા ઇતિહાસને નવો પ્રાણ પુર્યો છે.

ગ્રામ્ય જીવનની ધરબાયેલી સંસ્કૃતિને એમને ઉજાગર કરી સમાજ સેવાનું કાર્ય કર્યું છે. જે પુસ્તકનું વિમોચન તા. 11/11/21, ગુરૂવારે સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ છે, જે પ્રસંગે ઉપપ્રમુખ ડી.એન. ગોલ,  દિપકભાઈ પટેલ, મહામંત્રી રૂપેશભાઈ પટેલ, ખજાનચી  કાંતિભાઈ એન. રામ,  રસિકભાઈ પટેલ વિગેરે દાતાઓની ઉપસ્થિતિ વિશેષ રહી છે.

દેવરાજભાઈ કરડાણીના આ પ્રયાસને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આદરપૂર્વક સત્કારે છે અને અભિનંદન પાઠવે છે.       પુસ્કત વિમોચન દરમિયાન તેમનુ સંસ્થા દ્રારા ફોટો, સાલ તથા ખેસથી સ્વાગત કરવામાં આવ્યું.  મા ઉમિયા એમની હર મનોકામના પુર્ણ કરે એવી મા ઉમાના ચરણોમાં પ્રાર્થના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.