Abtak Media Google News

સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ ફ્રી સિટી માટે રાજકોટની પસંદગી: શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન ચેરમેન અશ્ર્વિન પાંભર, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, ડીએમસી એ.આર.સિંહ અને પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર દિલ્હી જવા રવાના

ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છ ર્સ્વેક્ષણ 2021 અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ ફ્રી સિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એજન્સી દ્વારા જે તે શહેરમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આવતીકાલે રાજધાની  નવીદિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડ સેરેમની યોજાશે.

જેમાં રાજકોટ સહિત ગુજરાતની વિજેતા બનેલી 3 મહાપાલિકાઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે. સુરત મહાપાલિકા, અમદાવાદ ક્ધટોન્મેન્ટ બોર્ડને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવશે. રાજકોટને કંઈ કેટેગરીમાં કેટલામો રેન્ક મળ્યો છે તેની સત્તાવાર જાહેરાત કાલે કરવામાં આવશે. એવોર્ડ લેવા માટે  શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન ચેરમેન અશ્ર્વિન પાંભર, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, ડીએમસી એ.આર.સિંહ અને પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર દિલ્હી જવા રવાના થઈ ગયા છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી વિકાસ બાબતોના મંત્રાલય દ્વારા યોજાયેલી સ્વચ્છ સર્વેક્ષણ 2021 સ્પર્ધામાં સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ સિટી કેટેગરીમાં ગુજરાતને કુલ 5 એવોર્ડ મળ્યા છે.

આવતીકાલે વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડ સેરેમની યોજવામાં આવશે. જેમાં સુરત મહાપાલિકા અને અમદાવાદ ક્ધટોન્મેન્ટ બોર્ડને ખુદ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવશે. જ્યારે અમદાવાદ મહાપાલિકા, ગાંધીનગર મહાપાલિકા અને રાજકોટ મહાપાલિકાને અલગ અલગ મહાનુભાવોના હસ્તે એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે.

આ એવોર્ડ સેરેમનીમાં કોર્પોરેશનના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનીટેશન સમીતીના ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી મ્યુનિ.કમિશનર એ.આર.સિંહ તથા પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર ઉપસ્થિત રહેશે. આવતીકાલે એવોર્ડ સેરેમની દરમિયાન જ એ વાત ડિકલેટર કરવામાં આવશે કે રાજકોટને કઈ કેટેગરીમાં કેટલામો ક્રમાંક પ્રાપ્ત થયો છે. છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતા અંતર્ગત રાજકોટનું પ્રદર્શન સતત દેશ લેવલે સુધરી રહ્યું છે અને દર વર્ષે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.