Abtak Media Google News

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સંપૂર્ણ ઉપયોગ કરી અનિયમિતતા અને એક ન્યુઝ ઉપર નિયંત્રણ લાદવામાં આવશે

જે સમયથી ડિજિટલ નું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે તેને લઈને ડિજિટલ મીડિયા ની સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ની વિશ્વસનીયતા ઉપર અનેક પ્રશ્નો ઉદભવી થયા છે ત્યારે આવનારા સમયમાં આ સંપૂર્ણ માધ્યમો ઉપર સરકાર ના નિયંત્રણો રહે તે માટે અનેક ચર્ચા વિચારણાં બાદ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એ નિર્ણય લેવાયો છે જેમાં મીડિયા કાઉન્સિલ ની સ્થાપના કરવામાં આવશે. કાઉન્સિલ સતત ત્રણેય માધ્યમો ઉપર પોતાની ચાપતી નજર રાખશે અને કોઈપણ પ્રકારના પેટ ન્યુઝ અને અનિયમિતતા ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરી તમામ માધ્યમોને નિયંત્રિત કરશે.

પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એ વાતનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જે કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે તેને તમામ પ્રકારના સ્ટેચ્યુટરી પાવર પણ અપાશે જેથી તેઓ યોગ્ય નિર્ણય લઈ શકે. તરફ કાઉન્સિલને એ વાતની પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ત્રણેય માધ્યમોમાં જે કોમ્પલેક્ષ પરિસ્થિતિ ઉભી થાય તો તે સર્વે માટે તેઓએ રિપોર્ટ કમિટીને છ માસની અંદર તૈયાર કરાવવો પડશે સાથોસાથ માધ્યમોને જે રીતે હેરાન પરેશાન પણ જો કરવામાં આવતું હોય તો તેના ઉપર પણ ચાંપતી નજર રાખી મીડિયાના સ્વતંત્રતાને પણ સચવાશે.

પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે મુદ્દે ચર્ચા અને વિચારણા કરવામાં આવી છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જે રીતે ડિજિટલ માધ્યમો પોતાની દુકાનો શહહયલફહ ચાલુ કરી રહ્યા છે તેના ઉપર રોકવામાં આવશે જેથી માધ્યમો અને સમાચારોની વિશ્વસનીયતા સંપૂર્ણ રીતે જળવાઈ રહે. હાલના તબક્કે સૌથી મોટી વાત તો એ છે કે જે રીતે સમાચારોની વિશ્વસનીયતા હોવી જોઈએ તે જોવા મળતી નથી અને કોઈ નિયંત્રણ પણ જોવા મળતું નથી.

જેથી દરેક લોકો પોતાની રીતે સમાચારો ની આપલે કરતા નજરે પડે છે અને તેની સીધી અસર જે સાચી રીતે મીડિયા ચલાવે છે તેના ઉપર પણ થાય છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાંથી સાચા માધ્યમો કે જે પ્રજાને સાચી દિશામાં દોરે છે તેઓ સાથે અન્યાય ન થાય અને ફેક ન્યુઝ ઉપર નિયંત્રણ મુકવા માં આવે તે હેતુસર મીડિયા કાઉન્સિલનું નિર્માણ થશે અને દરેક માધ્યમ ઉપર પોતાનું નિયંત્રણ રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.