Abtak Media Google News

ત્રણ આરોપીના રિમાન્ડ મંજુર: ભોપાલનો ગે શખ્સ પોલીસ પહોંચ બહાર

મંદિર સેવક પાસેથી રૂ.4 કરોડ પડાવી લેવાનો પ્લાન

શિહોરના એડવોકેટની ઓફિસમાં ઘડાયો ’તો

 

અબતક – રાજકોટ

રાજકોટમાં  કાલાવડ રોડ પર આવેલા એક મંદિરના પુરુષ સેવક સાથે ગે સેવકે મિત્રતા કેળવી સમલૈંગિક સંબંધ બાંધી હનીટ્રેપમાં ફસાવી શુટિંગ ઉતારી વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી 4 કરોડની માગણી કરી હતી.  સેવકે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ત્રણ શખસની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેમાં તપાસ કરતા પોલીસે વધુ એક એડવોકેટ કિશોર ખોડાભાઇ ગોહિલની ધરપકડ કરી છે. શિહોરના એડવોકેટ કિશોર ગોહિલ દ્વારા તેની જ ઓફિસે  4 કરોડ પડાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.જેથી પોલીસે તેની અટકાયત કરી અને મુખ્ય આરોપી મયંકની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાં ફરિયાદમાં લખાવતા સેવકે જણાવ્યું હતું કે,હું  મૂળ જામનગર પંથકનો છું અને રાજકોટ મંદિરમાં સેવક તરીકે સેવા આપતો હતો. રસોડા વિભાગની જવાબદારી મને સોંપાઇ હતી. પણ હાલમાં છેલ્લા ત્રણેક મહિનાથી સેવા છોડી ગૃહસ્થાશ્રમમાં આવી ગયો છું. આશરે એકાદ વર્ષ પહેલા ભોપાલનો એક શખ્સ મયંક સંસ્થામાં આવતો હતો અને અહીં જ બે ટાઇમ જમતો હતો. તે મંદિરની પાછળ જ ક્યાંક મકાન રાખીને રહેતો હતો. તે લગભગ રોજ મને મળતો અને મેસેજ પણ કરતો હતો.વધુમાં જણાવ્યું હતું કે,15 ઓગષ્ટના રોજ તે સંસ્થાના બિલ્ડિંગના મારા રૂમમાં આવી ગયો હતો અને પલંગ પર બાજુમાં બેસી મારા પગ દબાવવા માંડ્યો હતો. થોડીવાર પછી મારી સાથે શારીરિક અડપલા ચાલુ કર્યા હતાં અને કહ્યું હતું.અને મારી સાથે સમલૈંગિક સંબંધ બાંધી લીધો હતો.

આરોપીએ આ બધું કૃત્ય હિડન કેમેરામાં શૂટ કરી લીધું હતું અને કહ્યું હતું કે,. હવે હું તથા મારી સાથેના લોકો કહીએ એ રીતે તારે પૈસા આપવા પડશે કહી મારી નાંખવાની ધમકી આપી હતી અને બાદ ટોળકીએ વાઇરલ નહીં કરવાના 1.35 કરોડ માગી વિદેશમાં નોકરીમાં સેટ કરી દેવાની માગણી કરી હતી .અને ખંડણી માંગવાનો સમગ્ર પ્લાન એડવોકેટની ઓફિસે ઘડવામાં આવ્યો હતો.

જેથી ફરિયાદ પરથી ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીઓને સકંજામાં લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. અને ભોપાલનો મુખ્ય સુત્રધાર મયંક ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે જયારે ઝડપાયેલા ચીમન, મનોજ અને ભોજરાજસિંહના પાંચ દિવસના રીમાન્ડ મેળવી તેની પૂછતાછ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.