Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

અર્થતંત્રની ગાડી પાટે ચડતા અર્થતંત્રના બેરોમીટર એવા શેરબજારની ગાડી પણ પાટે ચડી છે. દેશના વિભન્ન સ્ટાર્ટઅપ એટલે કે નવણીયાઓને પણ પ્રોત્સાહન મળતા નવી નવી કંપનીઓ, નવા નવા સાહસ-વેન્ચર ઉભા થયા છે. જે પરિણામ સ્વરૂપ શેરબજાર લિસ્ટિંગ માટે આઈપીઓ માર્કેટ પણ ધમધમતું થયું છે. આગામી વર્ષ 2022માં પણ આઇપીઓની વણઝાર જામશે..!! જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીના સમયગાળામાં એલઆઇસીનો મોટો આઈપીઓ બહાર પડે એવી તીવ્ર સંભાવના છે. આ સિવાય અન્ય નામી કંપનીઓના પણ આઈપીઓ આવી રહ્યા છે. જેમાં બાયઝુસ, ઓલા, ડેલ્હીવેરી વગેરે જેવા જાયન્ટ્સનો સમાવેશ છે.

આગામી વર્ષમાં એલઆઈસી, બાયઝુસ, ઓલા અને ડેલ્હીવેરીના આઈપીઓ માર્કેટમાં ધૂમ મચાવે તેવી શક્યતા

નોંધનીય છે કે ભારતીય શેરબજારમાં છેલ્લા 2 વર્ષથી આઆઈપીઓની બહાર છે. વર્ષ 2022માં પણ ફૂલબહાર ખીલશે. જો કે તે હજુ પણ 1990ના દાયકાના આઈપીઓ કરતાં ઘણું પાછળ છે. પ્રાઇમ ડેટાબેઝ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, 2020થી 120 કંપનીઓ તેમના આઈપીઓ લાવી છે. તેની એવરેજ લઈએ તો દર અઠવાડિયે સરેરાશ એક આઈપીઓ આવ્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 1990ના દાયકામાં દરરોજ લગભગ ત્રણ આઈપીઓ આવતા હતા. આ અંગે ડિજિટલ બ્રોકિંગ પ્લેટફોર્મ ઝેરોધાના સ્થાપક નિખિલ કામતે 8 ડિસેમ્બરના રોજ ટ્વીટ કર્યું હતું કે બજારમાં તાજેતરનો ઈંઙઘ ઉછાળો નોંધપાત્ર છે પણ તે હજુ પણ 1990ના દાયકાથી ઘણો પાછળ છે.

નિખિલ કામતે ટ્વિટર પર છેલ્લા 2 દાયકામાં આઈપીઓ સંબંધિત આંકડાઓનું ટેબલ શેર કર્યું છે. જેમાં દર્શાવાયું છે કે 90ના દાયકામાં બજારમાં દરરોજ સરેરાશ 3 ઈંઙઘ આવતા હતા , જ્યારે છેલ્લા 2 વર્ષમાં દર અઠવાડિયે સરેરાશ એક ઈંઙઘ આવી રહ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, 90ના દાયકામાં લગભગ 4,712 કંપનીઓએ આઈપીઓ દ્વારા રૂ. 42,500 કરોડ એકત્ર કર્યા હતા, જે આઈપીઓની સંખ્યાના સંદર્ભમાં છેલ્લા બે વર્ષના આંકડા કરતાં ઘણું વધારે છે. જો કે, આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાંના દૃષ્ટિકોણથી આ ઘણું ઓછું છે. તે ઓછું લાગે છે કારણ કે તે સમયે રૂપિયાની સ્થિતિ આજે છે તેના કરતા સારી હતી.

હાલનો આઈપીઓ માર્કેટનો ઉછાળો નોંધપાત્ર પણ 90ના દાયકાની સરખામણીએ ઘણો પાછળ, અગાઉ દરરોજના સરેરાશ 3 આઈપીઓ આવતા હતા- ડિજિટલ બ્રોકિંગ પ્લેટફોર્મ ઝેરોધા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.