Abtak Media Google News

જી.એસ.ટી. દરમાં આવનાર વધારાના વિરોધમાં

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓનો વિરોધને નૈતિક ટેકો

 

અબતક,કરણ બારોટ

જેતપુર

જેતપુર ખાતેના ટેક્ષટાઇલ એકમોમાં પ્રિન્ટ થતી કોટન સાડી ડ્રેસ મટીરીયલમાં રો-મટીરીયલ જેવા કાપડ, કલર, કેમીકલ, કોલસો અને પેકેજીંગ મટીરીયલના 20 ટકા જેટલા ભાવ વધારાને લીધે અંદાજીત રૂ. 3પ પ્રતિ નંગ તથા નવા લાગુ થનાર જી.એસ.ટી.ના વધારાને લીધે રૂ. 1પ પ્રતિ નંગ દીઠ વધારો થશે. આમ, જેતપુરની સાડી રૂ. પ0 જેટલી મોંધી થશે જેનો માર ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરીસ્સા, આસામ, પશ્ર્ચિમ બંગાળ જેવા રાજયોના ગરીબ ગ્રાહકોને આ ભાવ વધારો સહન કરવો પડશે. તેમજ આ મોંધવારીની અસરથી જેતપુરની સાડીની ડીમાન્ડ ઘટશે જેને લીધે જેતપુરનો સાડી પ્રિન્ટીંગ ઉઘોગ પડી ભાંગવાની ભીતી ઉભી થઇ છે અને ઉઘોગ પર આધારીત જેતપુરની ઇકોનોમીને માઠી અસર થશે.

આથી, જેતપુર ડ્રાઇગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા આવતીકાલે જેતપુર-નવાગઢ ખાતેના તમામ ટેક્ષટાઇલ પ્રિન્ટીંગ અને પ્રોસેસીગ એકમોને એક દિવસ ઉત્પાદન સઁપૂર્ણ બંધ રાખીને જી.એસ.ટી. ના દરમાં લાગુ કરવામાં  આવનાર વધારાનો વિરોધ કરવાનું નકકી કરવામાં આવેલ છે. તેમજ જેતપુર ડાંઇગ એન્ડ એસો. અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તથા જેતપુર કલોથ મર્ચન્ટ અને રેડીમેઇડ ગાર્મેન્ટ એસો. દ્વારા સવારે 10 કલાકે જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્સીંગ એસો.ની ઓફીસ, કણકીયા પ્લોટ ખાતેથી મામલતદાર કચેરી, જેતપુર ખાતે સૌ સભ્ય કારખાનેદારોએ સાથે મળીને શાંતિપૂર્ણ અને પગપાળા આવેદનપત્ર આપવા જવાનું નકકી કરવામાં આવેલ છે.

વિશેષ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા કાલે શહેરના ટેક્ષટાઇલ પ્રિન્ટીંગ અને પ્રોસેસીંગ એકમોમાં ઉત્પાદન પ્રવૃતિ બંધ રાખીને મામલતદારની કચેરી, જેતપુર ખાતે જીએસટીના દરમાં થનાર વધારાના વિરોધમાં આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અન્ય એસો. સંસ્થાઓનો નૈતિક ટેકો મળેલ છે તેમ પ્રમુખ જયંતિભાઇ રાહોલીયાની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.