Abtak Media Google News

અબતક,રાજકોટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના રોલ મોડેલ એવા ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં MSME ઉદ્યોગોના યોગદાનને વિશેષ યોગદાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યના આવા MSME ઉદ્યોગો લાખો લોકો માટે રોજગાર અવસરોનું માધ્યમ બન્યા છે. મુખ્યમંત્રી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDC ની ભાવનગર જિલ્લાની નારી ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીના ઓન લાઇન ડ્રો અવસરમાં ગાંધીનગરથી સહભાગી થયા હતાઔદ્યોગિક વસાહતોમાં ઓનલાઇન ડ્રો થી પ્લોટ ફાળવણીનો નવતર અભિગમ આપણે અપનાવ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને આત્મનિર્ભર ગુજરાતથી સાકાર કરવામાં MSME એકમો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

ભાવનગરની નારી ઔદ્યોગિક વસાહતમાં પ77 પ્લોટ્સની MSME એકમો માટે ઓનલાઇન ડ્રોથી ફાળવણી કરતા ભૂપેન્દ્ર પટેલ: ઉદ્યોગ રાજ્યમંત્રી તથા GIDC અધ્યક્ષની ઉપસ્થિતી

ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, જી.આઇ.ડી.સી ના અધ્યક્ષ  બળવંતસિંહ રાજપૂત તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન અને વરિષ્ઠ અધિકારીઓ તથા એમ.ડી  થેન્નારસન પણ ગાંધીનગરથી આ ઓન લાઇન પ્લોટ ફાળવણીમાં જોડાયા હતા. આ નારી ઔદ્યોગિક  વસાહત 11પ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે અને MSME તથા પ્લાસ્ટિક MSME ઝોન તેમજ જનરલ અને પ્લાસ્ટિક ઝોન એમ કુલ 4 ઝોન આ વસાહતમાં છે.

મુખ્યમંત્રીએ નારી ઔદ્યોગિક વસાહતમાં MSMEના 341 તથા પ્લાસ્ટિક MSMEના ર36 મળી કુલ પ77 પ્લોટની ઓનલાઇન ડ્રો થી ઉદ્યોગકારોને ફાળવણી કરી હતી.  ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, સર્વગ્રાહી ઔદ્યોગિક વિકાસની નેમ સાથે MSME, મિડીયમ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સૌને વિકસવાની પૂરતી સુવિધા ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં ઉપલબ્ધ બનાવી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં જિલ્લા, તાલુકા કક્ષાએ GIDC  વસાહતોમાં MSME એકમોને વિકસવા વોકલ ફોર લોકલની તક પણ આપીએ છીયે.

આ અંગે તેમણે વધુમાં ઉમેર્યુ કે, ભાવનગર સહિત 11 મોટા જિલ્લાઓમાં રાજ્ય સરકારે MSME ફેસીલીટેશન ડેસ્ક કાર્યરત કરીને MSME ઉદ્યોગો સ્થાપવા માટેની પ્રક્રિયામાં માર્ગદર્શન વધુ સરળ બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે ભાવનગરની વિશેષ ઓળખ સમાન અલંગ શિપબ્રેકીંગ યાર્ડ તથા ભવિષ્યમાં આકાર પામનારા ઈગૠ પોર્ટને આનુષાંગિક નાના એન્સીલયરી ઉદ્યોગો માટે આ વસાહત નવી તકો આપશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે મિની કલસ્ટર યોજના અંતર્ગત 10 થી વધુ એકમો એક જૂથ થઇને કોઇ પણ કોમન ફેસેલીટી સ્થાપે તે માટે સહાય યોજના અમલી બનાવી છે. એટલું જ નહિ, MSMEને ફાસ્ટ લોન એપ્રૂવલ માટે બે રાષ્ટ્રિયકૃત બેન્ક સાથે ખઘઞ પણ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.