Abtak Media Google News

ટેલિકોમ ઇક્વિપમેન્ટ કંપની એરિક્સને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને તેની બે સબસિડિયરી સામે બેન્કરપ્સી પ્રક્રિયા શરૂ કરવા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં પિટિશન કરી છે. RComઅને બે સબસિડિયરીઝે રૂ.૧,૧૫૦ કરોડ ચૂકવવાના બાકી છે.

NCLTપિટિશનનો સ્વીકાર કરશે તો RComઅને એરસેલ વચ્ચે મર્જરની પ્રક્રિયા ખોરવાશે. કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ પેકેજની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કંપની માટે આવી સ્થિતિમાં મુકાવવું અભૂતપૂર્વ છે.

કંપનીએ જણાવ્યું હતું કે, એરિક્સને RComસામે ગઈકઝમાં ઈનસોલ્વન્સી પિટિશન કરી હોવાની વાત કબૂલી છે. એરિક્સને આખરી વિકલ્પ તરીકે આ પગલું ભર્યું છે. જેથી RComસાથેના કરાર હેઠળ એરિક્સનની ડેટની સમસ્યા નકારી શકાય.એરિક્સિનની પિટિશન ૨૬ સપ્ટેમ્બરે સ્વીકારવી કે નહીં એ બાબતે ગઈકઝ દલીલો સાંભળશે. પિટિશન ૧૧ સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવી હતી.

એરિક્સનના વરિષ્ઠ વકીલ અનિલ ખેરે જણાવ્યું હતું કે, એરિક્સન માટે ડેટની રકમ RComદ્વારા કબૂલવામાં આવેલી જવાબદારી છે અને એટલે એ રકમમાં કોઈ વિવાદ નથી. કોર્ટ બંને પક્ષને સાંભળ્યા પછી પિટિશન દાખલ કરશે તો એરસેલ અને છઈજ્ઞળ વચ્ચેની મર્જર પ્રક્રિયા અટવાઈ જશે. છઈજ્ઞળના વકીલ જનક દ્વારકાદાસે જણાવ્યું હતું કે, અમે ૨૬ સપ્ટેમ્બર પહેલાં કોર્ટની બહાર સેટલમેન્ટ માટે ચર્ચા કરી રહ્યા છીએ.સૂત્રોના જણાવ્યા અનુસાર ડેટની ચુકવણીમાં રૂ.૫૦ કરોડની વ્યાજની રકમ અને રૂ.૧,૧૦૦ કરોડના ઇન્સ્ટોલમેન્ટનો સમાવેશ થાય છે. એક વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે, સેટલમેન્ટનો અર્થ એ થશે કે કંપની પાસે લેણું ધરાવતા અન્ય લોકો પણ કોર્ટમાં જવા પ્રેરાશે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને કોર્ટે એરસેલ અને છઈજ્ઞળના મર્જરની અરજી સામે વિરોધના એરિક્સનના હકને ફગાવી દીધો હતો. કારણ કે એરિક્સનને ચૂકવવાની રકમ છઈજ્ઞળના કુલ ઋણના પાંચ ટકા કરતાં ઓછી હતી. એરિક્સન ઉપરાંત, અન્ય ૧૩ એન્ટિટીએ પણ RComપાસેથી લેણું મેળવવા અરજી કરી હતી. છઈજ્ઞળમાં હાલ સ્ટ્રેટેજિક ડેટરિસ્ટ્રક્ચરિંગ ચાલી રહ્યું છે. જેમાં બેન્કો કંપની પાસેથી ૨૧૦ દિવસ સુધી (ડિસેમ્બર) વ્યાજ નહીં વસૂલે. બેન્કોની શરત અનુસાર RComએ ડિસેમ્બર સુધીમાં એરસેલ સાથે વાયરલેસ બિઝનેસનું મર્જર પૂરું કરવાનું રહેશે અને બ્રૂકફિલ્ડને ટેલિકોમ ટાવર્સ વેચવા પડશે. દરમિયાન મર્જરની સુનાવણી બુધવારે થવાની હતી, જે હવે ૧૧ ઓક્ટોબરે થશે.  અણઇ પાર્ટનર્સના ફાઉન્ડિંગ પાર્ટનર બેહરામ વકીલે જણાવ્યું હતું કે, કંપનીએ કોઈનાં નાણાં ચૂકવવાનાં બાકી હોય તો ઈનસોલ્વન્સી હેઠળ અરજી કરી શકાય અને રૂ.૧ લાખ અને વધુનું લેણું ધરાવતા તમામ કાર્યકારી લેણદારો અરજી કરી શકે. એકથી વધુ અરજી કરવામાં આવે તો મર્જર સ્કીમ સહિત તમામ કેસના ઉકેલની પ્રક્રિયા ઝડપી બને.RComનો શેર બુધવારે બીએસઇ પર ૩.૭૫ ટકા ઘટીને રૂ.૨૧.૮૦ના મથાળે બંધ રહ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.