Abtak Media Google News

 

દેશના 30 જીલ્લાઓમાં ઝાલાવાડની બાંધણી ઉઘોગ, લાતી બજાર અને પાટડીના સોલાર ઉઘોગે મેદાન માર્યુ

 

અબતક, શબનમ ચૌહાણ

જિલ્લાનો સમાવેશ પાટડી તાલુકાનો સોલાર ઉદ્યોગ, વઢવાણનો બાંધણી ઉદ્યોગ અને જોરાવરનગરના લાતી ઉદ્યોગના વિકાસને પ્રેઝન્ટેશનમાં રજૂ કરાશે

દેશના 30 જિલ્લાઓમાં ગુજરાતનાં 3 જિલ્લાઓનો સમાવેશ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત દેશના 30 જિલ્લાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ સાહસિકતા વિભાગ દ્વારા સમગ્ર દેશમાં વર્ષ 2021ના ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્લાનિંગ અમલમાં મુક્યું છે. આ યોજના હેઠળ દેશના 30 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં માત્ર 3 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થતાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્લાનિંગના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર કેન્દ્ર સરકાર સમક્ષ તા. 21 જાન્યુઆરીના રોજ આ યોજના અંતર્ગત પ્રેઝન્ટેશન રજૂ કરવાના છે. જેમાં વઢવાણના બાંધણી ઉદ્યોગ, જોરાવરનગરના લાતી બજાર અને પાટડીના સોલાર ઉદ્યોગના વિકાસને પ્રેઝન્ટેશનમાં રજૂ કરાશે.

કેન્દ્ર સરકારે વર્ષ 2021માં સમગ્ર દેશમાં ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્લાનિંગ રજૂ કર્યું હતું. જેમાં વર્ષ 2021થી 2026 દરમિયાન આ પ્રોજેક્ટનો અમલ થતાં તત્કાલીન કલેક્ટર કે.રાજેશે તેમાં અંગત રસ લઈને કમિટીની રચના કરી હતી. જેમાં આઇટીઆઇના પ્રિન્સિપાલ પી.કે.શાહ, થાન હાઇસ્કુલના આચાર્ય મયુર મકવાણા અને એનજીઓના સલોની પરીખ સહિતના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  આ સભ્યોએ જિલ્લામાં ક્યા ક્ષેત્રે વિકાસની તકો રહેલી છે અને તેનો વિકાસ થવાથી ઝાલાવાડના લોકોને થતાં ફાયદાઓ વિશે ગહન અભ્યાસ કર્યો હતો. જેમાં વઢવાણના બાંધણી ઉદ્યોગ, જોરાવરનગરમાં લાતી બજારમાં લાતી ઉદ્યોગ, પાટડીમાં સોલાર ઉદ્યોગ, કોટન ઉદ્યોગ, ટુરીસ્ટ અને હેરીટેજ સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.

આ અભ્યાસમાં સરકારના આયોજન વિભાગ, રોજગાર વિભાગ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તૈયાર કરાયેલા પ્રેઝન્ટેશનને દેશના 30 જિલ્લાઓમાં સ્થાન મળ્યું છે. દેશના 30 જિલ્લાઓમાં પણ ગુજરાતનાં 3 જ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાનો સુરેન્દ્રનગર જિલ્લો પણ એક છે જે ઝાલાવાડ પથંક માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. ગૌરવવંતો ઝાલાવાડ:સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત દેશના 30 જિલ્લાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ, જિલ્લા કલેક્ટર કેન્દ્ર સરકાર સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.