Abtak Media Google News

વાયરલેસ ટેકનોલોજી ગ્રામ્યની સાથે ચહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં અપાશે જે દેશના ભવિષ્ય માટે આશિર્વાદરૂપ સાબિત થશે

અબતક, નવીદિલ્હી

જે સમયથી દોરડા વાળા ટેલિફોન જોવા મળ્યા હતા તેવી જ રીતે દોરડા વાળા ઇન્ટરનેટ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું હતું પરંતુ વાસ્તવિકતા એ છે કે જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે તેમ તેમ ટેકનોલોજી માં ઘણા આવિષ્કારો થઈ રહ્યા છે પરિણામે આગામી સમયમાં હવે દોરડા વિનાના ઇન્ટરનેટનો જમાનો આવ્યો છે જે ભારતના ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે. એટલું જ નહીં હવે વાયરના ગુચડા પણ લોકોને મુક્તિ મળશે. હાલ જે રીતે વાયરલેસ ટેકનોલોજી વિકસિત થઇ રહી છે તેને ધ્યાને લઇ તે ગ્રામ્ય ની સાથે શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થપાશે. કાર ડિજિટલ ટેકનોલોજીને વધુને વધુ વિકસિત કરવા માટે સતત પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે આ ટેકનોલોજી અનેક રીતે સરકારના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ સાબિત થશે.

અમદાવાદ સ્થિત નાવ વાયરલેસ ટેકનોલોજી દ્વારા હવે લાઈફાઈ અને એફસોક ટેકનોલોજી અમલી બનાવી છે. એ આગામી સમયમાં સમગ્ર ભારત વર્ષ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હાલ જે રીતે હાઈ સ્પીડ ઇન્ટરનેટ, હાઇ ડેફિનેશન વિડીયો, વિડિઓ કોન્ફરન્સની માંગ વધી રહી છે ત્યારે તેના માટે નવી ટેકનોલોજી અને અમલી બનાવી એટલું જ જરૂરી છે. વિકસિત ટેકનોલોજીના પગલે ઉદ્યોગો ને સારી એવી ઉત્પાદન શક્તિ પણ મળતી હોય છે અને નવા ઇનોવેશનના કારણે પણ તેઓને ઘણો લાભ પહોંચતો હોય છે. અમદાવાદ સ્થિત કંપનીએ લાઈટ ફેડિલિટી ( લાઈફાઈ ) ટેકનોલોજી અને અમલી બનાવી છે જે ખરા અર્થમાં લોકોને ખૂબ જ ઉપયોગી સાબીત થશે અને તેઓ ઝડપી ઈન્ટરનેટ સેવા ને પણ માણી શકશે. ટેકનોલોજી હાલ પ્રવર્તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ એટલી જ કારગત નીવડી શકે છે. બીજી તરફ વાઇફાઇ અને આરએફ ટેકનોલોજીની સરખામણીમાં લાઈફાઈ ટેકનોલોજી ખૂબ જ કારગત નીવડશે અને તે સંરક્ષણ દળ અને સરકારના વિવિધ યોજનામાં પણ એટલી જ ઉપયોગી સાબિત થશે. ઘણા એવા કીમતી દસ્તાવેજો સરકાર અને સૈન્ય માટે ના હોય છે ત્યારે ખાનગી જે નવી ટેકનોલોજીનું નિર્માણ કર્યું છે તેનાથી આ તમામ પ્રશ્નો પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવશે.

ભારત દેશના અનેક ગામડાઓ હજુ સુધી ડિજિટલી કનેક્ટ થઇ શક્યા નથી ત્યારે અમદાવાદની કંપની દ્વારા જે ટેકનોલોજી ને વિકસિત કરવામાં આવી છે તેનાથી ગ્રામ્ય જીવનને પણ તેનો મહત્તમ લાભ મળી શકશે સાથોસાથ મેડ ઈન ઈન્ડિયા હોવાથી જે વિશ્વાસ ઉદભવી થવો જોઈએ તે પણ ખૂબ સારી રીતે થશે. હાલ દિવસેને દિવસે ટેકનોલોજીમાં નવા નવા બદલાવો આવી રહ્યા છે ત્યારે તેને અનુસરવું એટલું જ જરૂરી છે બીજી તરફ કોરોના ની કપરી સ્થિતિમાં પણ સરકારે ઓફલાઈન ની બદલે ઓનલાઇન શિક્ષણ અમલી બનાવ્યું હતું જેથી તે ચિત્ર પણ થઈ રહ્યું છે કે આગામી સમયમાં ટેકનોલોજીનું મહત્વ ખૂબ વધુ જોવા મળશે અને તેનો ફાયદો સમગ્ર દેશના લોકોને પણ થશે.
સરકાર બજેટમાં પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટેના પગલાઓ લઇ રહ્યું છે. જે ઉદ્યોગો આ સ્થિતિમાં જોવા મળશે તેમને તેનો મહત્તમ લાભ પણ આપી શકાશે આ માટે સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ને પણ અમલી બનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.