Abtak Media Google News

Table of Contents

લેખક અલીરજા સાથે લગ્ન કર્યા: નિસંતાન નિમ્મીએ બેનની પુત્રીને દત્તક લીધી હતી: 1949માં તે રાજકપૂરની શોધ હતી: 1950 થી 1960ના દશકા ખૂબ જ નામના મેળવી હતી: 1952માં આવેલી મહબૂબ ખાનની ફિલ્મ ‘આન’થી ટોચની હિરોઇન બની હતી

નિમ્મીએ 1951માં આવેલી ફિલ્મ ‘બેદર્દી’ માટે ગાયક સાથે અભિનય પણ કર્યો હતો: પોતાની અલગ અભિનયશૈલી સાથે ચહેરાના હાવભાવને કારણે લોકહૃદ્યમાં વસી ગઇ હતી

બરસાત ફિલ્મનું જીયા બેકરાર હે ગીત સૌને યાદ હશે સાથે તે ગીત જેના ઉપર ફિલ્માંકન થયું તે નિમ્મીએ 1950થી 1960ના દાયકાની ફિલ્મના પડદા પર પોતાના જલ્વા વિખેરીને સૌને દિવાના કર્યા હતા. તેનું મૂળ નામ નવાબબાનો હતું. રાજકપૂરે 1949માં પોતાની પહેલી ફિલ્મમાં બ્રેક આપીને તેનું સ્ક્રીન નામ નિમ્મી કર્યું. તેમનું 88 વર્ષની વયે મુંબઇમાં નિધન થયું હતું. તેણે જાણીતા લેખક અલી રાજા સાથે લગ્ન કર્યા હતા. નિમ્મીને કોઇ સંતાન હતું તેથી તેમણે પોતાની બેનની પુત્રીને દત્તક લીધી હતી. આ મહાન અભિનેત્રી રાજકપૂરની શોધ પણ કહેવાય છે.

નિમ્મીએ 1950 થી 1960ના દશકાની સુપર હિટ ફિલ્મો જેવી કે બરસાત, આન, દિદાર, સજા, ઉડન ખટોલા, ભાઇ-ભાઇ, કુંદન, મેરે મહેબુબ અમરમાં શ્રેષ્ઠ અભિનય કરીને લોકોના દિલ જીત્યા હતા. તેના ઉપર ફિલ્માંકન સુપર-ડુપર ગીતો આજે પણ રીમીક્સ થઇને યુવા વર્ગ સાંભળે છે. તેમણે વર્ષો સુધી રાજકપૂર, દેવાનંદ અને દિલીપ કુમાર સાથે કામ કર્યું હતું. 1952માં મોટા બજેટની મહેબૂબ ખાનની ફિલ્મ ‘આન’માં કામ કર્યું હતું.

નિમ્મી મુંબઇના એક સ્ટુડિયોમાં મહેબૂબ ખાનની ફિલ્મ ‘અંદાજ’નું શૂટીંગ જોવા ગઇ ત્યારે રાજ કપૂરની પારખુ નજરે તેને જોતા જ પોતાની આગામી ફિલ્મમાં નરગિસ સાથે એક યુવા ચહેરો શોધતા હતા ને તે નિમ્મીને મળતા જ બરસાત ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. આ ફિલ્મમાં પ્રેમનાથ સાથે તે નાયિકા જોવા મળી હતી. તાઝગી ભર્યો ચહેરો અને પ્રતિભાશાળી નિમ્મી પ્રથમ ફિલ્મથી સફળતાની સીડીઓ ચડવા લાગી હતી.નિમ્મી પોતે પણ ગાયિકા હતા ને તેમણે એકમાત્ર ‘બે દર્દી’ (1951) ફિલ્મો પોતાના જ પાત્ર માટે ગીત ગાયું પણ બાદમાં તેને અભિનય પર ફોક્સ કરીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી બની હતી. પોતાની અલગ અભિનયશૈલી સાથે ચહેરાના હાવભાવને કારણે તે લોકહૃદયમાં વસી ગઇ હતી. બરસાત એક જ ફિલ્મથી તે ટોચની અભિનેત્રી બની ગઇ હતી.નિમ્મીએ એ જમાનાના દિલીપકુમાર, રાજકપૂર, દેવાનંદ, ભારત ભૂષણ, પ્રેમનાથ, અશોક કુમાર અને કિશોર કુમાર જેવા કલાકારો સાથે કર્યું હતું. એ સમયની સફળ અભિનેત્રી સુરૈયા, મધુબાલા, ગીતા બાલી અને નરગિસ સાથે કામ કરીને પોતાની અભિનય ક્ષમતા સિધ્ધી કરી હતી. તેમણે 46 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની બે ફિલ્મો ‘રાની બેટી’ અને ‘પતવાર’ અધૂરી હોવાથી ક્યારેય રિલીઝ ના થઇ હતી. 1952માં આવેલી ‘આન’ ફિલ્મમાં દિલીપ કુમાર અને નાદિરા સાથે અલ્લડ યુવતિનો રોલ કર્યો હતો આ પાત્રને કારણે તેમને બહુ જ નામના મળી હતી.

હિન્દી ફિલ્મ જગતના ગોલ્ડન એરાની શ્રેષ્ઠ અભિનેત્રી પૈકી એક નિમ્મીનું 25 માર્ચ 2020ના 88 વર્ષે નિધન થયું હતું. ભારતની પ્રથમ ટેકનીકલર ફિલ્મ ‘આન’માં શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ મળ્યો હતો.

‘આન’ ફિલ્મ પોતે એક ઇતિહાસ બની ગઇ હતી કારણ કે તે વર્લ્ડ વાઇડ રીલીઝ કરાય હતી. આ ફિલ્મનો પ્રિમીયર લંડન ખાતે યોજાયો હતો. હિન્દી ફિલ્મ જગત માટે આ પ્રથમ ઘટના હતી. નિમ્મી પણ લંડન ગઇ હતી તેના અભિનયથી પ્રભાવિત થઇને હોલીવુડના નિર્માતાએ પણ તેમણે ફિલ્મોની ઓફર કરી હતી પણ નિમ્મીએ ઠુકરાવી દીધી હતી. નિમ્મી સિલેક્ટ કરીને ફિલ્મો સાઇન કરતી હતી. 1958માં આવેલી સાધના તથા 1964માં આવેલી વહ કૌન થી ફિલ્મને તેમણે ઠુકરાવી હતી. જેને કારણે આપણને વૈજયંતિમાલા અને સાધના જેવી અભિનેત્રી બોલીવુડને મળી.

ફિલ્મ જીવનનાં પાછલા વર્ષોમાં ‘મેરે મહેબૂબ’ ફિલ્મમાં રાજેન્દ્ર કુમારની બેનનો રોલ કર્યો હતો. જાણીતા લેખક એસ.અલી રઝા સાથે તેમના લગ્ન થયા હતા. જો કે 2007માં તેમનું અવસાન થયું હતું. પતીના અવસાન બાદ જીવનનો ખાલિપો ભરવા પોતાની ફિલ્મો જોતા અને સાદગીપૂર્ણ જીવન જીવતાં હતા. આજે તો જાજરમાન અભિનેત્રીના સ્મરણો સાથે તેમની ફિલ્મોના શ્રેષ્ઠ અભિનય, ગીતો જૂના ફિલ્મોના ચાહકોના દિલો દિમાગમાં છે, જે હમેંશા ફૂલોની માફક મહકી રહ્યા છે.નિમ્મીનો જન્મ 19 ફેબ્રુઆરી 1933ને અવસાન 25 માર્ચ-2020ના રોજ થયું હતું. તે ભારતીય ફિલ્મ જગતના સ્ક્રીનની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. તે હિન્દી ફિલ્મ ઇતિહાસના સ્વર્ણયુગની પ્રમુખ અભિનેત્રી પૈકી એક હતી. તેમને 2015માં લિવિંગ લેજેંડનો શ્રેષ્ઠ કલાકારોનો એવોર્ડ મળ્યો હતો. ભારતની પહેલી ટેકનીકલર ફિલ્મ ‘આન’ (1952)માં શ્રેષ્ઠ અભિનય આપ્યો હતો. ઉડન ખટોલા, સઝા, પુજા કે ફૂલ, આકાશ દીપ, બસંત બહાર જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે છેલ્લે 1986માં આવેલી ‘પ્યાર ઓર ભગવાન’ ફિલ્મમાં કામ કર્યું હતું. વિતેલા વર્ષોેના જુના યાદગાર ફિલ્મોમાં બોલીવુડના એ સમયના હિરો-હિરોઇન ફિલ્મો માટે પોતાનો જીવ રેડી હતા તેથી આ ફિલ્મો આજે પણ આપને જોવી ગમે છે તેનો અભિનય, ચહેરાના હાવભાવ સાથે પાત્રોમાં જ લિન થઇ જવાની કલાને કારણે જુની ફિલ્મો તથા તેના ગીતો સદૈવ અમર થઇ ગયા છે.

સફળ હિટ ફિલ્મો

– બરસાત

– આન

– દિદાર

– ઉડન ખટોલા

– સજા

– ભાઇભાઇ

– મેરે મહબૂબ

– અમર

ટોચના કલાકારો સાથે કર્યું કામ

નિમ્મીએ તેના જમાનાના રાજકપૂર, દિલીપ કુમાર, દેવાનંદ, પ્રેમનાથ, ભારણ ભૂષણ, અશોક કુમાર અને કિશોર કુમાર જેવા હિરો સાથે તો એ જમાનાની સુરૈયા, મધુબાલા, ગીતાબાલી અને નરગીશ જેવી સફળ અભિનેત્રી સાથે કામ કરીને તેની અભિનય ક્ષમતા બતાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.