Abtak Media Google News

ભાવેશ ઉપાધ્યાય, સુરત 

ગુજરાતનું સુરત શહેર આમ તો સિલ્ક સિટી, ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું પરંતુ સુરતમાં વધતાં જતાં ક્રાઇમને લીધે તેને ક્રાઈમ સિટી તરીકે લોકો ઓળખવા લાગ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં જે રીતે હત્યાની ઘટનાનો સિલસિલો ચાલ્યો છે તેને લઈને લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં 2 દિવસ પૂર્વે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં બે દલાલો ટેબલ મુકવાને લઈને ઝઘડી પડ્યા હતા. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે એક દલાલે બીજા દલાલની હત્યા કરી નાખી હતી.

હત્યાની ઘટના બનતાની સાથે જ વરાછા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. હત્યા કરનાર આરોપી અનુપસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.

એકબીજાને લાકડાના ટુકડાથી માર માર્યો

સોમવારે રાત્રે 9 વાગે હીરા બજારમાં બે દલાલોમાં ટેબલ લગાવવા બાબતે ઝઘડો થતાં એકબીજાને લાકડાના ટુકડાથી માર માર્યો હતો. આપાભાઈને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના બનતાની સાથે જ વરાછા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.