Abtak Media Google News

આયુર્વેદિકની દ્રષ્ટીએ માનવીના શરીરમાં ઋતુ પ્રમાણે ફેરફારમાં ડો. આશીષ પટેલ અને ડો. ભાનુભાઇ મહેતા આયુર્વેદિક કાર્યક્રમમાં ઋતુના સંધિકાળ અને આયુર્વેદિકની ચર્ચા

અબતક, રાજકોટ

માનવીના શરીરમાં થતા બહારના વાતાવરણને અનુકુળ રહીને રોગનું પ્રમાણ ઓછું થાય તથા આયુર્વેદિક અને આઘ્યાત્મની દ્રષ્ટિએ ઋતુઓમાં થતાં ફેરફારો સાથે માનવ શરીર પર થતી અસરોની ર્ચા ‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજ નહિ તો કયારે? માં ઘણા ખરાઁ અશો નીચે મુજબ રજુ કર્યા છે.

પ્રશ્ર્ન:- ઋતુની માનવ શરીર પર કેવી અસર થાય છે? આયુર્વેદની દ્રષ્ટી કોણથી છ ઋતુઓમાં માનવ શરીર પર કેવી અસર થાય છે?

જવાબ:- ડો. આશીષ પટેલએ જણાવ્યું કે, માનવ શરીરમાં ચામડીની બહાર એક વાતાવરણ છે. અને એક ચામડીની અંદર વાતાવરણ છે, બહારના વાતાવરણને આપણે કંટ્રોલ કરી શકતા નથી પરંતુ, અંદરના વાતાવરણ પર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો બહારના વાતાવરણ બદલે છે તે પ્રમાણે આપણે સાનુધુળ  રહીએ તો આપણેને ઋતુઓ ના હિસાબે રોગ થવાની શકયતા છે તે આપણે નિવારી શકીએ, આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઇએ તો ઋતુઓ વચ્ચે સુમેળ કરી, આયુર્વેદમાં કહેલું છે કે, કયાં ઋતુમાં કેવો આહાર  કરવો કેવો વિહાર કરવો તે લખેલું છે. જે નિરોગી શરીર બનાવવામાં મદદરૂપ થાય છે.

ડો. ભાનુભાઇ મહેતાએ જણાવ્યું કે આપણી છ ઋતુએ બે-બે મહિનાની છે. ઋતુ સંધી કાળમાં પાછલી ઋતુના દિવસોની અસર થતી હોય છે. અને આગલી આવતી ઋતુની અસરો વધતી જતી હોય છે. બહારના વાતાવરણમાં જે બદલાવ તે પ્રમાણે શરીરમાં પણ બદલાવ થવા લાગ્યો છે. વસંત ઋતુમાં કફનો પ્રકોપ વધુ હોય છે. આ ઋતુ દરમિયાન કફ નિકળે એવા રોગો વધુ થાય છે, ખાસક રીને કફ વાળી ઉઘરસ વધુ થાય, ત્યાર પછી બાળકોમાં વાઇરસ જન્ય રોગો પણ આ ઋતુમાં જોવા મળે છે. જેમ કે, ઓરી, અછબળા વગેરે જોવા મળે છે.

વસંત ઋતુમાં આયુર્વેદિક ની એક વમન ચિકિત્સાક છે ‘વસંત એ વમન’ એટલે કે વસંત ઋતુમાં વમન કરાવવું જોઇએ, જેમાં કફ બહાર કાઢવામાં આવે છે. પંચકર્મની કે બીજી રીતની કોઇ સારવાર સાર વૈદ્ય નીચે કરીએ તો સાનુકુળ હોય છે. ઋતુ ચર્યાનું બધા લોકો પાલન કરે તે જરુરી છે. ખાસ કરીને આઋતુમાં લોકો દહીંનું સેવન ઓછું કરે, ઠંડા-પીણા ન લેવા, ચિકાસવાળી કે ભારે વસ્તુઓ ન લેવી જોઇએ.

પ્રશ્ર્ન:- આપણે માંદા પડીએ પછી સારવાર લેવી પડે અને સજા થાય, પરંતુ માંદા જ ન પડીએ તો આયુર્વેદમાં આ ઋતુ માટેનું પ્રકારનું કયા પ્રિકોશન છે કે પ્રિવેન્શન છે?

જવાબ:- ડો. આશીષ પટેલએ જણાવ્યું હતું કે આપણે આપણા પાચનનું ઘ્યાન રાખવું જોઇએ. ભોજન એ ફુલ પેટ ભરીને ન લેવું જોઇએ તથા વધુ ચિકાસ પડતા પદાર્થોનું સેવન ન કરવું જોઇએ. આહાર, વિહારના ઉપયોગોને સમજીએ જે પ્રમાણે ઋતુઓ બદલે છે તે પ્રમાણે આપણે એકજેસ્ટમેન્ટ કરીએ તો આ વસંતઋતુ દરમિયાન થતા રોગોનું પ્રમાણ ઘટી જાય છે.

પ્રશ્ર્ન:- આઘ્યાત્મિકની દ્રષ્ટીએ અને આયુર્વેદિક દ્રષ્ટીએ લોકો ઉપવાસ કરતા હોય છે તો બન્ને કેટલા જુદા છે?

જવાબ:- ડો. આશીષ પટેલના જણાવ્યા પ્રમાણે આયુર્વેદિક અને આઘ્યાત્મ બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે આપણી જે સંસ્કૃતિ છે તે આયુર્વેદ અને આઘ્યાત્મિક બન્નેને એવી રીતે વણી લેવામાં આવ્યું છે કે માનવીએ શરીર ઉપર આપો આપ અસરો થતી જોવા મળે છે.

મોટાભાગે ઋતુ સંઘી કાળમાં તહેવારો વધુ જોડાયેલા હોય છે, જેમાં ઉપવાસ કરવાની જરુર પડે તો એક આઘ્યાત્મિક રીતે પણ જોવા જઇ એ તો ‘ઉપવાસ’ એટલે નજીક બેસવું આપણે એને ફળા આહાર તરીકે લેવું જોઇએ અને લોકોએ ખાલી પેટે ઉપવાસ કરો અથવા એકટાણું કરો અથવા ફળઆહાર કરો જે હેલ્થ માટે ઉપયોગી છે અને તે સારી થઇ શકે છે.

પ્રશ્ર્ન:- લોકો કેળાની વેફર, બટેટાની વેફર,  શુકીભાજી વગેરે લેતા હોય છે તો આયુર્વેદિકની દ્રષ્ટિએ યોગ્ય છે?

જવાબ:- ડો. આશીષ પટેલના જણાવ્યા મુજબ બટેટાની આઇટમો, તળેલી વસ્તુઓ વગેરે ઉપવાસ માટે યોગ્ય નથી. સારામાં સારી વસ્તુ કે આપણે ફળ આહાર કરીએ ઉપવાસનો એવો સમય છે કે જેમાં પાચન તંત્રનુે આરામ આપવાનો છે. પંચ ઇન્દ્રીયો છે તેને કંટ્રોલ રાખવા માટેની આ વસ્તુઓ છે જેની આઘ્યાત્મ દ્રષ્ટિએ જોવા મળે છે.

Vlcsnap 2022 02 25 15H19M53S865 1

ડો. ભાનુભાઇ મહેતા

આપણે આપણી સંસ્કૃતિને તાજી કરીએ આપણી ઋતુઓ પરંપરાઓ ને જાળવીએ અને વડવાઓ કરતાં તે યાદ કરીએ અને તે વ્યવહારમાં મુકીએ અને અનુકરણ કરીએ આપણે આપણી ઋતુ ચર્યા મુજબ આહાર વિહાર કરીએ તો માંદગી માટે નો

ડો. આશિષ પટેલ

રોગ થવા માટે આ સમયમાં સરળતાથી થઇ જાય છે અને આપણા શરીરને બહારના વાતાવરણ પ્રમાણે અનુકુળ કરીએ તો રોગનું પ્રમાણ ઓછું થાય છે આયુવેદિકનો પહેલો ઉદ્દેશ ‘સ્વચ્થ્ય સ્વાસ્થ રક્ષણમ’ છે જેના માટે ઋતુ સંઘી કાળનું ઘ્યાન રાખવું ખાસ જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.