Abtak Media Google News

માત્ર 16 વર્ષની વયે અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી: પ્રારંભે ત્રણ-ચાર ફિલ્મમાં બાળ ભૂમિકા ભજવ્યા બાદ 1959માં આવેલીફિલ્મ ‘દિલ દેકે દેખો’ થી તે મુખ્ય નાયિકા બની ગઇ હતી

બાળ કલાકાર તરીકે અભિનય શરૂ કર્યા બાદ પ્રથમ ફિલ્મ ‘દિલ દેકે દેખો’થી રાતોરાત સ્ટાર અભિનેત્રી બનનાર આશા પારેખની સફળ ફિલ્મોમાં કટી પતંગ, આન મિલો સજના, ભરોસા, મેરે સનમ, તિસરી મંજીલ, દો બદન, ઉપકાર, ફિર વોહી દિલ લાયા હું, દિલ દેકે દેખો, જવા મહોબત, મેરા ગાવ મેરા દેશ, લવ ઇઝ ટોકીયો, ફિલ્મોના હીટ જવાથી હિન્દી ફિલ્મ જગતમાં આશાજીનો સિનારો ચમકી ગયો હતો. આશાજી આજીવન કુવારા રહીને આજે પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા હતા. તેઓ એક સારા નૃત્યકાર પણ હતા.

આશા પારેખ ગુજરાતી મૂળ ધરાવતી હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તે અભિનેત્રી ઉપરાંત કુશળ નૃત્યકાર પણ છે. મૂળ ગુજરાતી હોવાથી થોડી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જેમાં અખંડ સૌભાગ્યવતી કુળવધુ જેવી સફળ ફિલ્મો હતી. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ થયો હતો. આશા પારેખે માત્ર 16 વર્ષની વયે અભિનય ક્ષેત્રે કારકિર્દી આરંભ કરી હતી. નિર્માતા વિજય ભટ્ટે 1959માં આવેલી પોતાની ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઇ’માંથી સ્ટારના ગુણ ન હોવાથી રીજેક્ટ કરી તો આજ વર્ષે એસ.મુર્ખજીની ફિલ્મ “દિલ દેકે દેખો” અભિનેતા શમ્મી કપૂર સાથે મુખ્ય નાયિકાનું કામ મળ્યું.

ફિલ્મ ‘કટી પતંગ’માં તેના અભિનયને બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો: 40 વર્ષની ફિલ્મ યાત્રામાં 80 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ: 1990ના દાયકામાં આવેલી ટીવી સીરીયલ ‘કોરા કાગઝ’ ખૂબ જ લોકપ્રિય થઇ હતી જે આશા પારેખે નિર્માણ કરી હતી

પ્રથમ ફિલ્મ બાદ આશા પારેખે શમ્મી કપૂર સાથે જ ફિલ્મો કરી જેમાં ‘તીસરી મંજીલ’ સૌથી સફળ રહી હતી. રાજ ખોસલાની ફિલ્મ ‘દો બદન’માં કરૂણ રસવાળું પાત્ર ભજવીને એક ગંભીર અભિનેત્રી તરીકે ઉભરી ઉઠી. આ અગાઉ ગ્લેમરસ સાથે ડાન્સરથી ઓળખાતી હતી. 1960ના દશકામાં ઉપકાર, શિકાર, ધરાના, જબ પ્યાર કિસીસે હોતા હે, આન મિલો સજના જેવી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સતત સફળ થતી ગઇને આશા પારેખને ‘જ્યુબેલી ગર્લ’ તરીકે નામના મેળવી. આશાને શક્તિ સામંતની ફિલ્મ ‘કટી પતંગ’ (1970) માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં સફેદ સાડીમાં વિધવાનું આબેહુબ પાત્ર ભજવ્યું હતું.

મોટી ઉંમર બાદ 1973માં હેમા માલીની, જીન્નત અમાન જેવી નવી અભિનેત્રી આગમને પણ ફિલ્મ ડાયરેક્ટર નાસીર હુસૈન સાથેના સંબંધોને કારણે ફરી તે ‘બહારો કે સપને’ ફિલ્મમાં ચમકી હતી. બાદમાં સમાજ સેવાના કાર્યોમાં ધ્યાન કેન્દ્રીત કર્યું. સાંતાક્રુઝની હોસ્પિટલનું નામ તેના નામ સાથે જોડવામાં આવેલ છે. નિવૃતના ગાળામાં પણ તેના નૃત્યપ્રેમમાં કોઇ ઓટ આવી ન હોવાથી જાણીતા નાટક ચૌલા દેવીના નૃત્ય પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. 1976માં ‘ઉધાર કા સિંદુર’ અને 1978માં ‘મે તુલશી તેરે આંગન કી’ ધારદાર અભિનય કરીને ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અપાવ્યો હતો.

Asha Parekh 1556544086

1990ના દાયકામાં ટીવી સીરીયલ ‘કોરા કાગઝ’ ઘણી જ લોકપ્રિય થઇ હતી જે આશા પારેખે નિર્માણ કરી હતી. 1998માં ભારત સરકારે તેમને સેન્સર બોર્ડના ચેરપર્સન બનાવેલ. આ હોદ્ો સંભાળનાર તે પ્રથમ મહિલા હતી. 1990ના દાયકામાં ટીવી જગતમાં ડાયરેક્ટર તરીકે સફળ શરૂઆત કરીને ઘણી ટીવી ધારાવાહિક બનાવી જેમાં જ્યોતી, પલાશ કે ફૂલ, દાલ મેં કાલા, કોરા કાગઝ, બજે પાયલ જેવી અનેક સીરીયલોનું સફળ નિર્માણ કર્યું હતું.

આશા પારેખનું નામ ક્યારેય કોઇ અભિનેતા સાથે જોડાયું નહી તે આજીવન કુવારી રહી છે. માતા-પિતાનું મૃત્યું બાદ પોતાનો વિશાળ બંગલો વેચીને નાનકડા મકાનમાં રહેવા લાગી સાથે મોટાભાગનો તેમનો સમય સમાજ સેવામાં પસાર કરે છે. હાલ તે આકૃતિ પ્રોડક્શન નામની કંપની સાથે કલા ભવન નામે નૃત્ય તાલિમ સંસ્થા ચલાવે છે. આશા પારેખે ઘણા પ્રતિભાશાળી નૃત્યકારોને મદદ પણ કરી છે. આશા પારેખ તેમના જમાનાની હિરોઇનમાં સાધના, વહિદા રહેમાન, વૈજયંતિમાલા વિગેરેને નિયમિતપણે આજે પણ મળે છે. સામે જૂની અભિનેત્રીઓ પણ આશાને મળવા ઘરે નિયમિત આવે જ છે. જાઇએ આપ કર્હાં જાઓંગે જેવા હિટ ગીતોવાળી ફિલ્મ મેરે સનમ સાથે દો બદન, ચિરાગ, પગલા કહીંકા, કટી પતંગ જેવી ઘણી ફિલ્મોને તેના અભિનયથી હિટ બનાવી હતી. તેમણે સુનિલ દત્ત, શમ્મી કપૂર, શશી કપૂર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, દિલીપ કુમાર, મનોજ કુમાર જેવા ખ્યાતનામ કલાકારો સાથે સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. 2002માં આશાના અભિનય જગતમાં આપેલા યોગદાન બદલ ફિલ્મ ફેર લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ સાથે ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો હતો.

Asha Parekh

મૂળ મહુવા ભાવનગરના વતની આશા પારેખ લાઠી તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મહારાજના દર્શને વર્ષમાં એકવાર અમુક આવે જ છે. આશા પારેખ એક ડાન્સર, અભિનેત્રી, નિર્માત્રી, કુશળ કંપની વહિવટકર્તા છે. તેમની પાડોશમાં જ પ્રેમનાથ, બિનારોય રહેતા હોવાથી તેના નૃત્ય જોવા ઘણીવાર આવતાને તેની ભલામણથી જ ફિલ્મ ‘આસમાન’માં બાળ કલાકાર તરીકે આશા પારેખને કામ મળ્યું હતું. તેમના મમ્મી એક બહુ જ સારા કોરીયોગ્રાફર હતા. હોલીવુડ સ્ટાર રોક હડસન પ્રત્યે આશાને આકર્ષણ થયું હતું. તે તેની બધી જ ફિલ્મો અચુક જોતી હતી. તેની ફિલ્મોના પોસ્ટરો ભેગા કરતી. જ્યારે તેમના હિરોનું એઇડ્સમાં મૃત્યું થયું ત્યારે તેને ભારે દુ:ખ લાગ્યું હતું.

પ્રથમ ફિલ્મ ‘દિલ દેકે દેખા’માં તેને અને સાધનાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો પણ સાધના ન આવતા તેનું સિલેક્શન થયું હતું. 1964માં તીસરી મંજીલ, આયા સાવન ઝુમ કે અને આયે દિન બહાર કે ફિલ્મ રીલીઝ થઇ ત્યારે આશા પારેખે પોતાના સ્વપ્નાનું ઘર બનાવેલ હતું. તેણે પોતાની કમાણીમાંથી ઓસ્ટિન કાર લીધી હતી. આશા પારેખ સ્ટાર હોવા છતાં સુનિલ દત્ત સાથેની ફિલ્મ ‘ચિરાગ’ ફ્લોપ જતાં તે અફસોસ સાથે રડી પડી હતી. આ ફિલ્મમાં અંધ હિરોઇનનું પાત્ર ભજવેલ જે દર્શકોને ન ગમ્યું હતું. “તેરી આંખો કે સિવા દુનિયા મે ક્યા રખાહે” ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આશા પારેખ તેના જીવનમાં ગુરૂ દત્ત, વિજય આનંદ અને એસ.વાસન પાસેથી ઘણું શીખી હતી. આશા પારેખના બચપણના નૃત્ય કાર્યક્રમમાં બિમલરોયની નઝર પડતાં તેમણે ફક્ત 10 વર્ષની આશાને ફિલ્મ ‘બાપ બેટી’માં બાળ કલાકારનો રોલ આપ્યો હતો. તેમની સફળ બોલીવુડ યાત્રા 1959 થી 1973 સુધી રહી હતી. તેમની પ્રથમ ફિલ્મ બાળ કલાકાર તરીકે 1952માં આવેલી ‘આસમાન’ હતી. આજે પણ તેઓ નિવૃત જીવન સેવા પ્રવૃતિમાં સંપૂર્ણ સ્વસ્થતાથી કરી રહ્યા છે.

ભાવનગર નજીક મહુવા ગામના વતની આશા પારેખ

ફિલ્મ જગતને ઉદય થયાને 100 વર્ષ ઉપર થયા. 80 વર્ષ તો ગુજરાતી ફિલ્મના પ્રારંભ થયાં. છેલ્લા 100 વર્ષમાં હિન્દી ફિલ્મમાં ઘણા ગુજરાતી કલાકારોએ મહામુલો ફાળો આપ્યો છે, જેમાં નિરૂપારોય, સંજીવ કુમાર પછી ત્રીજી કલાકાર તરીકે આશા પારેખનું નામ આવે છે. 1960 થી 1970ના દશકામાં તેમણે ઘણી હીટ ફિલ્મોમાં મુખ્ય કિરદાર નિભાવ્યો હતો. આશા પારેખ ગુજરાતી કપોળ વાણીયા છે અને સૌરાષ્ટ્રના ભાવનગર નજીક મહુવા ગામના વતની છે. તેઓ મુંબઇમાં સ્થાય થયાને પાડોશમાં રહેતા પરિવારને ત્યાં કલાકાર પ્રેમનાથ બહુ જ આવતા હોવાથી આશાના પરિવારનો સંબંધ પ્રેમનાથ સાથે બંધાતા. આશાના શાળા કાર્યક્રમમાં બિમલરોય હાજર રહ્યા હતા. તેને આશાને ‘બાપ-બેટી’ ફિલ્મમાં ચમકાવી હતી. આજ અરસામાં નાસિર હુસેનની ફિલ્મ ‘દિલ દેકે દેખા’ હિરોઇન તરીકે તક આપી હતી. આ અગાઉ આસમાન (1952), અયોધ્યાપતિ (1956), ઉસ્તાદ (1957) જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. 1960માં આવેલી હમ હિન્દુસ્તાની અને ઘૂંઘટ ફિલ્મ શરૂ થતા આશા યુગ શરૂ થયો હતો.

આશાજીને મળેલા વિવિધ એવોર્ડ

* 1971માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

* 1992માં પદ્મશ્રી એવોર્ડ

* 2002માં લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

આ ઉપરાંત સેન્સર બોર્ડના અને સિને આર્ટિસ્ટ એસોસિયેશનના ચેરપર્સન તરીકે કામગીરી કરી હતી. ટીવી સિરિયલ ‘જ્યોતી’ અને કોરા કાગઝ અને કંગન જેવી ધારાવાહિકમાં પણ કામ કર્યું હતું. તેમની ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ ખૂબ જ સફળ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.