Abtak Media Google News

લોધિકા પંથકની સગીરાને મિત્રએ ગર્ભવતી બનાવી

ભોગ બનનારના માતા-પિતા લગ્નમાં ગયાને શખ્સે હવસનો શિકાર બનાવી

લોધિકા પંથકમાં ધો.10ની છાત્રાને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે રાજકોટ દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીને પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા છાત્રા ઉપર તેના મિત્રએ જ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગુનો નોંધી સગીરાને ગર્ભવતી બનાવનાર હવસખોરની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા પંથકમાં રહેતી 17 વર્ષની સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સગીરાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ખસેડવામાં આવી હતી જ્યા તબીબી તપાસ દરમિયાન સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા ડોક્ટરે એમએલસી જાહેર કરતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આ ઘટના અંગે લોધિકા પોલીસને જાણ કરી હતી. જાણ થતાં લોધિકા પોલીસ મથકના પીએસઆઇ હરદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સગીરા ધો.10 ની પરીક્ષા આપી છે સગીરાના માતા-પિતા પાંચેક માસ પૂર્વે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે સગીરા પોતાના ઘરે એકલી હતી તે દરમિયાન મિત્રતા ધરાવતા અભય મહેશ મુળીયા નામનો શખ્સ તેણીના ઘરે ધસી આવ્યો હતો અને તેણીની સાથે ઝપાઝપી કરી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે લોધિકા પોલીસ મથકના પીએસઆઇ હરદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે ધો.10 ની છાત્રાને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.