Abtak Media Google News
  • મહેસાણા, પડધરી, પાટણ, વડોદરા અને અમદાવાદમાં પ્રસંશનીય ફરજ બજાવી
  • સિધ્ધપુરના ડોકટરનું ખંડણી પડાવવાના ઇરાદે કરાયેલા અપહરણ અને વિદ્યાર્થીની હત્યા, અનેક ઘરફોડ ચોરી, લૂંટ અને ધાડના ભેદ ઉકેવાની મહત્વની કામગીરી
  • રાજકોટમાં પોલીસનું મોરલ ઉચુ લાવવા અને ગુનાનો ભેદ ઉકેલવાને પ્રાધાન્ય અપાશે

શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને અસરકારક બનાવવા વધારે એક પી.આઇ.ની પોસ્ટ ઉભી કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે વાય.બી.જાડેજાએ ચાર્જ સંભાળી પત્રકારો સાથેની વાતચીતમાં પોલીસનું મોરલ ઉંચુ લાવવા અને અનડીટેકટ બનાવનો ભેદ ઉકેલવાને પ્રાધાન્ય આપવાનું જણાવ્યું છે.કાલાવડ તાલુકાના મછલીવડ ગામના વતની અને 2008ની બેન્ચના પી.એસ.આઇ. વાય.બી.જાડેજાએ પીએસઆઇ તરીકે મહેસાણા, પડધરી અને પાટણ ખાતે પસંશનીય ફરજ બજાવ્યા બાદ તેઓને પ્રમોશ મળતા વડોદરા શહેર પાટણ અને અમદાવાદ ખાતે ફરજ બજાવી રાજકોટ શહેરમાં બદલી થતા તેમને પ્રથમ યુનિર્વસિટી પોલીસ મથકમાં ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચમાં વાય.બી.જાડેજાને નિમણુંક આપવામાં આવી છે.

મહેસાણામાં અનેક ઘરફોડ ચોરી, લૂંટ અને હાઇ-વે રોબરીના આગવી કુન્હેથી ભેદ ઉકેલ્યા છે. સિધ્ધપુર એસઓજીમાં ફરજ બજાવતા હતા ત્યારે ડો.ધનંજયનું ખંડણી પડાવવા અમદાવાદના શખ્સોએ અપહરણ કર્યુ હતુ. એક કરોડની ખંડણી માગવાના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી ડો.ધનંજયને હેમખેમ બચાવવાનો અને સિધ્ધપુરના 14 વર્ષના વિદ્યાર્થીનું ખંડણી પડાવવા 2014માં પાડોશી શખ્સોએ અપહરણ કરી.

પાલનપુરના જંગલ વિસ્તારમાં હત્યા કરી લાશને દાટી દેવાની ચકચારી ઘટનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા સહિત અનેક મહત્વની કામગીરી વાય.બી.જાડેજાની હોવાથી ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક આપી છે. ગુનેગારોને ખાખીનો ખૌફ રહે અને આમ પ્રજાને પોલીસની હુફ રહે તે રીતે કામ કરી પોલીસનું મોરલ ઉચુ લાવવા તેમજ અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલવાને મહત્વ આપવાનું ક્રાઇમ બ્રાન્ચના નવનિયુકત પી.આઇ. વાય.બી.જાડેજાએ જણાવ્યું છે.વાય.બી.જાડેજાના પિતા બી.એમ.જાડેજા પણ રાજકોટ શહેરના માલવીયાનગર અને રીડર બ્રાન્ચમાં પી.આઇ. તરીકે ફરજ બજાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.