Abtak Media Google News

બાળ શિક્ષણની આધુનીક પધ્ધતીઓનું 50થી વધુ શિક્ષકોને અપાયું પ્રશિક્ષણ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના  કુલપતિ  હર્ષદભાઈ શાહ કુલસચિવ ડો. અશોક પ્રજાપતિના માર્ગદર્શનથી હાલમાં શિક્ષણશાસ્ત્ર વિભાગ અને વિદ્યાનિકેતન વિભાગના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ વિદ્યાનિકેતન શાળાઓના શિક્ષકો માટે ’બાળશિક્ષણની નૂતન પદ્ધતિઓ’વિષય પર એક દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન ડી. એન. હાઈસ્કૂલ આણંદમાં થયું.

આ વર્ગમાંરાજ્યભરમાંથી 50 શિક્ષકો સહભાગી થયા. પ્રશિક્ષણ વર્ગમાં શિક્ષણશાસ્ત્ર વિભાગના અધ્યાપકો પ્રો. રણજીતસિંહ પવાર, ડો. જિજ્ઞેશ પટેલ, ડો. મીનળબા જાડેજા, ડો.રૂપમ ઉપાધ્યાય, ડો. નીલેશ પંડ્યા અને ડો. કુણાલ પંચાલે તજજ્ઞ તરીકે કાર્ય કર્યું.

વિશેષમાં આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગ વિશેષજ્ઞ શ્રી ભાનુભાઈ પંડ્યાએ આમંત્રિત તજજ્ઞ તરીકે કાર્ય કરી શિક્ષકોને માર્ગદર્શન કર્યું.પ્રશિક્ષણમાં ફ્લિપડ ક્લાસરૂમ, સહકારયુક્ત અધ્યયન, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શિક્ષણ અને ઉચ્ચ માનસિક પ્રક્રિયા, ભાવાત્મક ક્ષેત્રનું અધ્યાપન, શિક્ષણમાં યુ-ટ્યૂબનો ઉપયોગ, રમતો દ્વારા શિક્ષણ અને યોગ દ્વારા શિક્ષણ જેવા વિવિધ વિષયો પર પ્રવૃત્તિલક્ષી સત્રો થયાં.

પ્રશિક્ષણ વર્ગના આયોજનમાં વિદ્યાનિકેતનના સ્ટાફ ડો. ચિરાગ સોલંકી,  ડો. પાર્થવી ડામોર,શ્રી જયદેવ ધાંધિયા, શ્રી હાર્દિક ભટ્ટએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.