Abtak Media Google News

વિશ્ર્વમાં લગ્ન તો અગણિત થયા છે અને એ પણ વિવિધતા સભર લગ્નો થયા છે પરંતુ આજે એક એવા પ્રેમ લગ્ન વિશે વાત કરીશું જેમાં ક્ધયા તો હાજર છે, પરંતુ વર વિશે આંચકો આપે તેવી અઘરીત ઘટના બની છે. આમ જોઇએ તો કુદરતનાં જીવનચક્ર અનુસાર બે સજીવો વચ્ચે લગ્નનાં સંબંધો જોડાય છે પરંતુ અમેરિકાની કેલિર્ફોનીયાની રહેવાસી કૈરોલએ કોઇ પુરુષ કે મહિલા સાથે નહિં પરંતુ એક રેલ્વે સ્ટેશન સાથે લગ્ન કર્યા છે. વાંચીની પડી ગયાને અચંભામાં પણ હા આ સાચી ઘટનાં છે. ખરેખર વાત એમ છે કે ૪૫ વર્ષની કૈરોલ ૩૬ વર્ષથી સૈંટા ફે સ્ટેશનનાં પ્રેમમાં પડી છે.

૯ વર્ષની હતી ત્યારથી આ સ્ટેશન પાછળ ગાંડી હતી. અને દીવાનગીની હદ તો તો ત્યારે વટાવી જ્યારે તેણે આ સ્ટેશન સાથે લગ્ન કર્યા હતા. અને લગ્ન બાદ અટક બદલવાની પરંપરાને પણ યથાવત રાખતા કૈરોલએ પોતાની સરનેમ સૈંટા કરી નાખી છે. ૨૦૧૫માં કૈરોલએ સ્ટેશન સાથે લગ્ન કર્યા હતા. અને દરમિયાન પોતાના લગ્નની વર્ષ ગાંઠ પણ ખૂબ ધુમધામથી ઉજવતી આવી છે. આ અનોખા સંબંધને ખૂબ માન સન્માન આપી રહી છે. કૈરોલ ત્યારે સોશિયલ મિડિયા પર પણ તેણે આ સંબંધોને દર્શાવતી તસ્વીરો મુકી છે. જ્યારે ખરેખર જો આ બાબતે ચર્ચા કરીએ તો કૈરોલનું પણ માનવું છે કે તે ઓબ્જેક્ટમ સેક્શુએલની વ્યથામાં છે જેમાં લોકો ઇમારત કે કોઇ સ્ટ્રક્ચર પ્રત્યે શારિરીક અને માનસિક રીતે આકર્ષિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.