Abtak Media Google News

વર્ષો બાદ ભાવનગરમાં ફરી એકવાર ઈતિહાસ જીવંત થયો તેવી એક એવી ઘટના બની, જે જોઈને લોકોને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યાદ આવીમાં સરી પડ્યા હતા.  . ભાવનગરના રૂવાપરી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં પૂજન વિધિ સમયે એક ચકલી રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહજીના માથે આવીને બેસી ગઈ હતી. ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ જ્યારે કોઈ શુભ કાર્ય કરતા તો એક ચકલી ત્યા આવી જતી હતી, તો આ પ્રસંગ નિહાળીને લોકો ભૂતકાળની યાદ તાજી થઈ હતી.

Capture

ભાવનગર શહેરના રૂવાપરી માતાજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. રાજવી પરિવાર ના યુવરાજ જયવિરરાજસિંહની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું  હતું. ત્યારે પૂજન વિધિ સમયે એક ચકલી યુવરાજ જયવિરરાજસિંહની પાઘડી  પર આવીને બેસી ગઈ હતી. આ જોતા  એક સામાન્ય વાત લાગે પરંતુ નવાઈની વાત તો એ છે, કે જ્યારે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી કોઈ શુભ કાર્ય કરે તે પહેલા તેમના ભાલા પર એક ચકલી આવીને બેસી જતી હતી. કૃષ્ણકુમારસિંહજી મા ખોડિયાર અને માં રૂવાપરીને ખૂબ શ્રદ્ધા રાખતા હતા. જેથી ચકલી રૂપે માતાજીની પ્રત્યક્ષ હાજરી હોવાની શ્રદ્ધા હતી અને તેથી જ ચકલીના ભાલા પર આગમન પછી જ મહારાજા પોતાના શુભ કાર્યનો આરંભ કરતા હતા.

કૃ

 

રૂવાપરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પણ યુવરાજ જયવિરરાજસિંહજીના સિરે ચકલી બેસતા લોકો શ્રદ્ધા સાથે ભાવ વિભોર થયા હતા. આમ, યુવરાજને ચકલી પણ આર્શીવાદ આપવા આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

ભાવનગર રાજ્યના ૯મા મહારાજા તરીકે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 34 વર્ષ સુધી શાસન કર્યુ હતું. મહારાજા ભાવસિંહજી (બીજા)ના નિધન બાદ માત્ર 7 વર્ષની ઉંમરે તેમના માથા પર રાજ્યની જવાબદારી આવી હતી. પરંતુ પુખ્ય વય થયા બાદ તેઓએ 1931 માં રાજગાદી સંભાળી હતી. પ્રજાનું હરહંમેશ કલ્યાણના ભાવ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દાદા અને પિતાનો વારસો સારી રીતે જાળવી રાખી અનેક કલ્યાણકારી કાર્યો છે, જેની આજે પણ ગોહિલવાડની ખમીરવંતી ધરા પુરાવા આપી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.