Abtak Media Google News

સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજથી મને ગર્વ સંતોષ અને ધર્માનુરાગી લાગણી થાય છે: અનસુયાબેન

દરેક માતા પિતાનું સપનું હોય કે તેમના બાળકો ભણી ગણીને તેમનું નામ રોશન કરે. આજે અમે તમને ગુજરાતની એક એવી જ દીકરી વિષે જણાવીશું કે જેને ખુબજ મહેનત કરીને પોતાના માતાના અધૂરા સપનાને પૂરું કર્યું. આ દીકરીનું નામ અનસુયાબેન વરચંદે છે.અનસુયાબેન હાલ ની પોસ્ટ પર કાર્યરત છે અને સોમનાથ મંદિરની સુરક્ષાનો બંદોબસ્ત સંભારી રહ્યા છે.અનુસૂયા બેને જણાવ્યું કે તે સોમનાથ મહાદેવની સુરક્ષાનું કામ કરીને તે ખુબજ ગર્વ અનુભવી રહયા છે. અનસૂયા બેને જણાવ્યું કે તેમની માતા કુંવર બેનનું સપનું હતું કે તેમની દીકરી સરકારી નોકરી કરે.તેની માટે તેમની માતાએ ઘણી મહેનત કરી છે.

માતાની મહેનત જોઈને અનસૂયા બેને પણ નક્કી કરી લીધું હતું કે તે જરૂરથી સરકારી નોકરી મેળવશે.અનસૂયા બેન જયારે સરકારી નોકરીની તૈયારી કરતા હતા ત્યારે તેમની સાથે તેમની માતા પણ મહેનત કરતા હતા.દીકરીને વહેલી સવારે વાંચવા માટે ઉઠાડી દેતા હતા અને ઘર કામ કરતા સમયે જરાય અવાજ પણ નહતા કરતા એ દીકરીને ઘરનું કોઈ કામ પણ નહતા કરાવતા. અંતે તેમને દીકરીની તૈયારીમાં ખુબજ સાથ આપ્યો હતો.આખરે અનસૂયા બેને ઙજઈં ની પરીક્ષા પાસ કરીને માતાનું અધૂરું સપનું પૂરું કર્યું. જે દિવસે પરીક્ષાની રિજલ્ટ આવ્યું હતું તે સમયે તેમના પરિવારમાં ખુબજ ખુશીઓ છવાઈ ગઈ હતી. આજે અનસૂયા બેન પોતાની સફળતાનો શ્રેય માતાને આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.