Abtak Media Google News

ગુજરાતમાં અવાર-નવાર ડ્રગ્સ પકડાવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. મહીસાગરના કોઠબા પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ ઝડપાયું છે. રાજસ્થાન તરફથી બોલેરો પીક-અપની ચેસિસમાં ડ્રગ્સ છૂપાવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યુ  હતું.

જોકે મહિસાગર એલસીબી પોલીસે ડ્રગ્સના જથ્થા , પીક-અપ વાન તેમજ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો શખ્સ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઇ જતો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલો શખ્સ કેટલાય ગુનામાં સંડોવાયેલ ભેજાબાજ આરોપીહોવાનું સામે આવ્યું છે.  એલસીબી પોલીસે કયા પ્રકારનું ડ્રગ્સ છે. તેને  ઓળખ માટે એફએસએલની પણ મદદ લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.