Abtak Media Google News

કાલે શેઠ ઉપાશ્રય જૈનસંઘ આંગણે એક્ઝિબિશન

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ . પ્રાણ ગુરુદેવના સુશિષ્ય પરમ દાર્શનિક પૂ. જયંતિલાલજી મ.સા.ના સુશિષ્ય વાણીભૂષણ પૂ . ગિરી ગુરુદેવના ગાદીપતિ ઉદ્ઘોષણા ના 9 માં સ્મૃતિવર્ષ ના પાવન દીને જયાં તેમને અંતિમ આરાધના કરેલ તેવી પાવન અને પવિત્ર ભૂમિમાં દિવ્ય સાધના ના વાઈબ્રેશનમાં દિવ્ય પરમાણું પથરાયેલા છે તેવા માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ   શેઠ ઉપાશ્રય જૈન સંઘના પ્રાંગણે તા .21/05/2022 તથા તા.22/05/2022 બન્ને દીવસ રવિવારના રોજ ધાર્મિક અનુષ્ઠાનો નું આયોજન રાખવામાં આવેલ છે. પાવન સાનિધ્ય ગાદીપતિ પૂ.ગિરી ગુરુદેવના અંતેવાસી શિષ્ય ગુજરાત રત્ન પૂ.  સુશાંતમુનિ મ.સા. , રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મ.સા. એવમ સાધ્વીરત્ના પૂ . વિજયાબાઈ મહાસતીજી , તપસ્વી રત્ના પૂ . વિનતાબાઈ મહાસતીજી , સાધ્વીરત્ના પૂ . સાધનાબાઈ મ., સાધ્વીરત્ના પૂ . રાજેમતિબાઈ મ . , સદાનંદી પૂ . સુમતિબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . દીક્ષિતાબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . કૃપાબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . હસ્મિતાબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . ઉર્વશીબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . કલ્પનાબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . અજિતાબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . ડોલરબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . સુનિતાબાઈ મ . , સાધ્વીરત્ના પૂ . રૂપાબાઈ મ . , રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. ના શિષ્યા પૂ . મહાસતીજીઓ આદી સંત સતિજીઓ . ધાર્મિક અનુષ્ઠાનો ની સમયાવલી તા . 22/05/2022 ને રવિવારના રોજ રાઈસી પ્રતિમણ સવારે 5:30 કલાકે , ભકતામર – પ્રાર્થના સવારે 6:30 કલાકે , અખંડ જાપ સવારે 6 થી સાંજે 6 , કપલ જાપ સવારે 8:15 થી 9:15 , ત્રિરંગી સામાયિક અને પ્રવચન સવારે 9:15 થી 11:00 , દેવશી પ્રતિકુમણ સાંજે 7 કલાકે એવમ ગાદીપતિ ના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે તેમજ તા . 21/05/2022 ને શનિવારના રોજ પૂ . ગિરી ગુર કવિઝ સવારના 9:30 કલાકે રાખવામાં આવેલ છે પરંતુ મહીલા મંડળના બહેનોએ સવારે 8:30 કલાકે આવી જવાનુ રહેશે અને એકઝીબીશનમાં જે તે પ્રશ્નોતરી પુછવામાં આવે તેનો જવાબ આપવાનો રહેશે , ત્યારબાર નંબર આપવામાં આવશે .

ગુરુ ભકતોએ પૂ . ગિરીગુરુ ને અનુલક્ષીને એ4 સાઈઝ પેપરમાં વિવિધ કૃતિ બનાવવાની રહેશે અને તા . 19/05/2022 સુધીમાં શેઠ ઉપાશ્રયે મોકલવાની રહેશે જે એકઝીબીશનમાં રજુ થશે.

અબતક સાથેની વાતચીતમાં જગદીશભાઈ જણાવ્યું હતુ કે, જિનશાસન નો કીર્તિ કળશ વધારે તેજસ્વી બની રહયો હતો . સારાયે હિન્દુસ્તાનમાં પગપાળા વિચરણ  કરીને ગોંડલ ગચ્છનું ગૌરવ અને ગરિમા ને જેમણે ગુંજતીને ગાજતી કરી હતી એવા સૌ કોઈના મનમંદિરમાં બિરાજમાન આપણી કથાના ‘મહાનાયક’ ગુરુદેવ પૂ. ગિરીશચંદ્રજી મહારાજ સાહેબ.

ગોમટાની દિવ્યભૂમિ માં પિતા મણિભાઈ ત્યાં ચૈત્ર વદ દશમ , ચંદ્રવાર અને વિ.સં. 1984 ના રોજ માતાની ગોદે જન્મ યાત્રા શરૂ થઈ.

ભૂપતભાઈ ગ્રુરૂપ્રાણ નસ પવિત્ર પ્રવચનધારા એ વૈરાગી બન્યા. અસાર સંસારમાંથી પણ સાર ને શોધ્યો અને આત્માનું સત્વ પ્રગટ કરવા પરમ દાર્શનિક ગુરુદેવ પૂ. જયંતિલાલજી મ.સા. ના ચરણ અને શરણ ને સ્વીકાર્યું.

કોલકતા મુકામે મા.સુ. દશમના રોજ સંસારી સાં શણગારથી મુકત થઇ ભૂપતભાઈએ સંયમના શ્વેતવસ્ત્ર ધારણ કરી પ્રભુવીરના શાસનમાં એન્ટ્રી કરી. ત્યારથી દેવ ગુરુ – ધર્મ – પ્રત્યેની શ્રદ્ધા – ભકિતના અંતરમાં સદા ઘોડાપૂર જ આવતા રહયા અને ગચ્છ  ગુરુદેવના નામને ભારતભરમાં એકલાખ ઉપરાંતનો વિહાર કરીને રોશન કર્યું.

અંતમાં શેઠ ઉપાશ્રયમાં 2.5 વર્ષ સુધીની સ્થિરતા સ્વાસ્થ્ય નાજુક પરંતુ આપણા વિરલાત્મા વૈયાવચ્ચ પ્રેમીમાણેકચંદ ડાયાભાઈ શેઠના પુત્ર  ચંદ્રકાંતભાઈ શેઠ સહિત જે.પી.જી.ગ્રુપ. મહિલા મંડળો, શ્રાવક-શ્રાવિકાઓ તથા અનેક ગુરૂભકતોએ શાતા ઉપજાવીને વૈયાવચ્ચ કરીઅદભૂત… અદભૂત… અવર્ણનીય, અનુમોદનીય, બસ આપણા ગાદીપતિ ગુરૂદેવને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.