Abtak Media Google News

ફીફા અન્ડર-૧૭ વિશ્ર્વકપમાં ભારતીય ટીમનું પ્રતિનિધીત્વ કરવા માટે મણીપુરના અમરજીતસિંહની પસંદગી કરાઇ છે. કોચ લુઇસ નોર્ટન ડે માતોસે આ સ્થાન માટે ૨૭ સદસ્ય ટીમમાંથી ચાર ખેલાડીઓની પસંદગી કરી છે.કોચ ડી માતેસે પ્રત્યેક ખેલાડીને એક કાગળ પર સારા ખેલાડીના ક્રમવાર નામ લખવાનો મોકો સૌને આવ્યો હતો. પહેલા નામને પાંચ પોઇન્ટ, બીજા નામને ત્રણ આંક અને અંતિમ વિકલ્પ એક આંક હતુ ટીમે સર્વસંમતિથી અમરજીતને ટીમનો કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. જ્યારે વાઇસ કેપ્ટન તરીકે જીતેન્દ્રને પસંદ કર્યો છે.

અમરજીતનો જન્મ મણીપુરમાં થયો હતો. બાળપણમાં તેના કાકા પાસેથી તેને ફુટબોલ રમવાનું શરુ કર્યુ હતું. તેને ચંદીગઢ ફુટબોલ એકેડમીમાં ફુટબોલની ટ્રેનિંગ લીધી છે.અમરજીતે વિશ્ર્વ કપમાં  ભારતીય પરિક્ષણમાં તમામ જજોનું ધ્યાન ખેચ્યુ છે.અમરજીત એટલુ સારુ રમતો હતો કે જર્મન કોચ નીકૌલે તેને મુખ્ય ટીમમાં સામીલ કરી દીધો હતો. જે અમરજીતના પ્રભાવશાળી રીતે ફુટબોલ રમવાની ઓળખ દેખાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.