Abtak Media Google News

ઓગષ્ટ મહિનામાં સૌથી વધુ વેચાતી કારોના મામલામાં મારુતિ સુઝુકીની ડિઝાયરે અલ્ટોને પછાડી દીધી છે. ઓગષ્ટ મહિનામાં વેચાતી સૌથી વધુ ૧૦ કારમાં ડિઝાયર સૌથી આગળ રહી છે. નવી ડિઝાયરને હાલમાં જ લોન્ચ કરવામાં આવી છે. કારની ડિઝાઇન, ફિચર્સ અને ઓછી કિંમતને કારણે ગ્રાહકોને તેમાં રસ જાગ્યો છે. રિપોર્ટ અનુસાર હેચબેક ખરીદનાર ગ્રાહકો પણ આ કારમાં રસ દાખવી રહ્યા છે તો આ છે ઓગષ્ટ મહિનામાં સૌથી વધુ વેચાયેલી ૧૦ કાર.

– મારુતિ સુઝુકી ડિઝાયર બેસ્ટ સેલિંગ કાર

ઓગષ્ટ મહિનામાં મારુતિ સુઝુકીએ નવી ડિઝાયરના ૩૦૯૩૪ યુનિપ્સ વેચ્યા છે. જેના બાદ તે સૌથી અગ્રેસર બની છે. લાંબા સમયથી ગ્રાહકોના દિલ પર રાજ કરનારી અલ્ટો આ વખતે બીજા નંબર પર રહી, ઓગષ્ટ મહિનામાં અલ્ટોના કુલ ૨૧૫૨૧ યુનિપ્સ વેચાયા છે.

– ટોપ ૧૦ કાર્સમાં ૭ કાર્સ મારુતિની જ

પ્રથમ અને બીજા નંબર પર ક્રમશ : ડિઝાયર અને અલ્યે રહી. જ્યારે ત્રીજા નંબર પર મારુતિ બલેનો છે. આ કારના ૧૭૧૯૦ યુનિપ્સ ઓગષ્ટમાં વેચાયા છે. બલેનો મારુતિની પ્રિમિયમ હેચબેક છે. જેનો સીધો મુકાબલો હુન્ડેની ૧૨૦ સાથે છે. ચોથા નંબર પર મારુતિની વિરાટા બ્રિઝા છે. જેનુ વેચાણ ૧૪,૯૩૬ યુનિપ્સનું છે. આ ઉપરાંત wagonr પાંચમાં ક્રમે છે. તેનુ વેચાણ ૧૩૯૦૭ યુનિટ્સનું છે. જ્યારે સ્વિફ્ટ છઠા ક્રમે છે. રિપોર્ટ મુજબ ૨૦૧૩-૧૪ વર્ષમાં સ્વિફ્ટનું ૩૧ ટકા સેલ થયું હતું. જેનુ વેચાણ ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષના જૂન મહિનામાં વધીને ૫૨ ટકા થયું છે.

સાતમાં ક્રમે હુન્ડેની grand i10 છે. જેનુ ઓગષ્ટ મહિનામાં ૧૨૩૦૬ યુનિટ્સનું વેચાણ રહ્યુ છે. જ્યારે કંપનીએ, Elite i20 8માં નંબરે છે. તેના ૧૧૮૩૨ યુનિટ્સ વેચાયા છે.

– દસમાં નંબરે ૯૨૧૦ યુનિટના વેચાણ સાથે મારુતિ સેલેરિયો છે. આ સમયે આ કારનું ભારતમાં માત્ર પેટ્રોલ મોડલ જ ઉપલબ્ધ છે. કારણ કે તેનુ ડીઝલ વર્ઝન પહેલેથી જ બંધ કરી દેવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.