Abtak Media Google News

પત્રકાર પરિષદમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ  તેમજ રાજયના મંત્રી  નરેશભાઇ પટેલ ઉપસ્થિત

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે આજે તારીખ 21 – મે   ના રોજ દમણ ગંગા – પાર – તાપી નર્મદા લિંક પ્રોજકેટ રદ કરાયો તે સંદર્ભે સુરત સર્કિટ હાઉસ ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સંયુકત પત્રકાર પરિષદ યોજાઇ હતી .

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે , કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં  નાણામંત્રી  નિર્મલા સિતારમણજીએ અનેક યોજનાઓ જાહેરાત કરી હતી આ પૈકી દમણ – ગંગા – પાર – તાપી નર્મદા લિંક યોજના જાહેર કરવામાં આવી હતી . આ યોજના આદિવાસી ભાઇ – બહેનોના હિતને ધ્યાનમાં રાખી આ યોજનાની જાહેરત કરવામાં આવી હતી . ઉપરોકત યોજના બાબતે આદિવાસી ભાઇ – બહેનોને કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી આ યોજના આદિવાસી ભાઇ – બહેનો ના હિતમાં નથી તેવો અપ્રચાર કર્યો હતો જેના કારણે આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો  વડાપ્રધાનની સરકાર અને રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર આદિવાસી ભાઇ – બહેનોના હિત માટે અનેક યોજનાઓ અમલમાં    મુકે છે અને તેનો લાભ મોટા પ્રમાણમાં આદિવાસી ભાઇ – બહેનોને મળે તેવો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે.

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે , આ યોજના અંગે આદિવાસી ભાઇ બહેનોને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા જેથી આ યોજના અંગે આદિવાસી ભાઇ – બહેનોએ નારાજગી દર્શાવી હતી . કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પણ યોજના અમલમાં મુકવામાં આવે છે ત્યાર પછી યોજના જાહેર કરવામાં આવે છે ત્યાર બાદ સંબંધિત રાજય સરકારની મંજૂરી પછી યોજનાનું કામ આગળ વધે છે .

આદિવાસી ભાઇ – બહેનોની લાગણીને માન આપીને દમણ ગંગા – પાર તાપી નર્મદા લિંક યોજનાને રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે . આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ સાહેબ તેમજ રાજયના મંત્રી  નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.