Abtak Media Google News

ચોમાસામાં સંભવિત  અતિવૃષ્ટિ કે વાવાઝોડાના

બચાવમાં તત્કાલ સહાય માટે રૂપરેખા તૈયાર કરાઈ

આગામી ચોમાસુ-2022માં સંભવિત અતિવૃષ્ટિ અને વાવાઝોડુ જેવી આપત્તિ સમયે લોકોને તુરંત જ મદદ અને સહાય મળી રહે તેના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી કે.સી.   સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી કે.સી. સંપટે જણાવ્યુ હતું કે, જિલ્લામાં આવેલ ડેમ, ચેકડેમ, ગામ તળાવ, સીમ તળાવની, ડેમના દરવાજા તથા તેની સાઇડોની ચકાસણી કરવી, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો નિકાલ સમયસર અને ઝડપી થાય તે માટે વોકળા, નાળા, ગટર અને કેનાલની સફાઇ કરાવવી, પાણીના નિકાલ માટેના સાધન સામગ્રી તૈયાર રાખવી, ગ્રામ્યકક્ષાએ નદી અને વોકળા, કોઝવે અને પુલ ઉપર પાણીના લેવલની જાણકારી માટેના સાઇનીંગ બોર્ડ તથા ઇન્ડીકેટરો મુકવા તાકીદ કરી હતી.

રસ્તામાં પડેલ ઝાડ તથા વાહનોને દુર કરવા અને રસ્તાઓનુ સમયસર રીપેરીંગ કરી વાહન વ્યવહાર ઝડપી શરૂ થાય તે માટે ભારે વાહનો, ડમ્પર, જે.સી.બી, ક્રેઇન જેવા સાધનો ઉપલબ્ધ રાખવા, પુરમાં ફસાયેલ લોકો તથા પશુઓને બચાવવા તરવૈયાની યાદી, હોડીઓ, લાઇફ – જેકેટ જેવા જરૂરી સાધનોની માહિતી અદ્યતન રાખવા, સ્વૈચ્છિક સંસ્થાઓની યાદી, વરસાદના કારણે ગ્રામ્ય તથા શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ તેમજ જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવી, સ્ટેટ ડીઝાસ્ટર રિસોર્સ નેટવર્ક તેમજ ઈન્ડીયા ડીઝાસ્ટર રિસોર્સ નેટવર્ક અંગેના ડેટા પણ અપડેટ કરવા, જિલ્લામાં આવેલ ઔદ્યોગિક ગૃહોએ તેમના હસ્તકના રાહત બચાવના તમામ ભારે વાહનો, ઉપકરણો અને મશીનરી ચેક કરી ચાલુ હાલતમાં રાખવા તેમજ ડ્રાઇવરો, જાણકાર કર્મચારીઓને હાજર રાખવા જેથી ઇમરજન્સીમાં બચાવ – રાહત કામગીરી માટે સમયસર ઉપયોગમાં લઇ શકાય. ટેલીફોન અને મોબાઇલ નંબર સહિતની વિગતો અદ્યતન રાખવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી. ઝાલા, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ ખાતાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.