Abtak Media Google News

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિકાસ લગતી યોજનાઓની માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાની આગવી છાપ ઉભી કરી છે. તે આ તકે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ પક્ષ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી ની નોંધ લોકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ થયા છે. આ વાતને ધ્યાને લઈને ભાજપ આગામી 11, 12 અને 13 જુનના રોજ ગુજરાત રાજ્યના 51 હજાર જેટલા દેશોમાં લોકોને મોદી સરકારની ઉપલબ્ધિઓ અંગે માહિતી પૂરી પાડશે. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામ અંગે વિગતો પણ જણાવશે.

ગુજરાત ખાતે યોજાનાર અભિયાનને પક્ષ દ્વારા સંપર્ક અભિયાન નામ આપવામાં આવ્યું છે જેમાં પાર્ટીના 12,000થી વધુ કાર્યકરો અભિયાનમાં જોડાશે અને મતદારો માટે એટલે કે રાજ્યના નાગરિકો માટે તમામ મહત્વપૂર્ણ યોજના અંગે માહિતગાર કરશે અને સરકાર દ્વારા જે ઉપલબ્ધિઓ હાંસલ કરવામાં આવી છે તે અંગેની પણ માહિતી આપવામાં આવશે. ભાજપ પક્ષ દ્વારા ફ્રી સમયમાં વધુ ને વધુ કાર્યકરો જોડાય તે દિશામાં પણ અભિયાન હાથ ધરવામાં આવશે કારણ કે અત્યારના ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે.

એટલું જ નહીં બીજી તરફ ભાજપ પક્ષ દ્વારા પંદર દિવસ માટે એક વિશેષ કેમ્પઇન પણ હાથ ધરવામાં આવ્યું છે પાર્ટીના કાર્યકરો લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા અને ગરીબોના ઉત્થાન માટે કાર્યો હાથ ધરશે અને સરકારની યોજનાનો લાભ મહત્તમ મળી શકે તે દિશામાં કાર્ય પણ કરશે. ગુજરાતની જનતાએ છેલ્લા 20 વર્ષમાં ભાજપ ઉપર ભરોસો દાખવ્યો છે તે ભરોસાને યથાવતરીતે આગામી સમયમાં વધારવા હાલ પાર્ટી દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. પાર્ટીનું માનવું છે કે હજુ પણ ઘણાખરા એવા લોકો છે કે જેને કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારની જે વિકાસ લક્ષી યોજના છે તેનાથી તેઓ અજાણ છે ત્યારે તેમને યોગ્ય ન્યાય અને યોગ્ય લાભ મળી રહે તે એટલું જ જરૂરી છે જેને ધ્યાને લઇ ભાજપ પક્ષ દ્વારા આ કાર્યક્રમોની યાદી તૈયાર કરાઈ છે અને તેને યોગ્ય રીતે અમલવારી પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.