Abtak Media Google News

લોકસભાની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવા સલાહ લેવા માટે સમિતિની રચના કરાય: આઠ સભ્યોનો સમાવેશ

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલ અસ્તિત્વની લડાઇ લડી રહ્યું છે. 50 વર્ષ સુધી દેશમાં એક ચક્રિય શાસન કરનાર કોંગ્રેસની પડખે ઉભુ રહેવામાં પણ પ્રાદેશીક પક્ષોને જોખમ લાગે છે. 2024 લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસને તૈયાર કરવા માટે કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા આઠ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. જે ટાસ્ફ ફોર્સ પર સલાહ આપવાનું કામ કરશે.

કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા આઠ સભ્યોની પેનલમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની, દિગ્વિજયસિંહ, કેસી વેણુ ગોપાલ અને જીતેન્દ્રસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી અંગે પક્ષને સલાહ આપવામાં આવશે. કાર્યકરોને એવો સંકેત આપી દેવામાં આવ્યો છે કે કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે ગંભીર છે. ભારત યાત્રા યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ભાજપની કોમવાદ અને ધ્રુવીકરણની વિરૂધ્ધ બીજી ઓક્ટોબરથી ક્ધયાકુમારી-કાશ્મીર રાષ્ટ્રવ્યાપી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રાના જૂથના વડા દિગ્વિજયસિંહ છે અન્ય નવ સભ્યોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટાસ્ફ ફોર્સ-2024 જે ચૂંટણીલક્ષી તમામ આદેશને આવરી લેશે.

કોંગ્રેસની હાલત દિન પ્રતિદિન કથળી રહી છે. દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી જાણે લડવાની શક્તિ ગુમાવી ચૂકી હોય તેવુ લાગી રહ્યુ છે. કોંગ્રેસને પૂન:જીવિત કરવા માટે સોનિયા ગાંધી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જે કેટલી સફળ રહેશે તે આગામી દિવસોમાં ખબર પડશે. કોંગ્રેસના વરિષ્ઠ 23 જેટલા નેતાઓ પક્ષની કાર્યશૈલીથી ભારોભાર નારાજ છે. તેઓને પણ મનાવી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.