Abtak Media Google News

સરકારના આદેશ બાદ દેશભરમાં આયકર વિભાગના અધિકારીઓએ બેનામી પ્રોપર્ટી શોધી કાઢવા કવાયત શરુ કરી છે. જેમાં પ્રથમ ચરણમાં ગુજરાતમાં ૩૮ કેસ કરી રુપિયા ૪૮૨ કરોડની બેનામી પ્રોપર્ટી ટાંચમાં લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. અધિકારીઓએ ત્યારે જ અન્ય ઘણી બેનામ પ્રોપર્ટી ઉપર રીસર્ચ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે આયકર વિભાગના અધિકારીઓએ વધુ ૫૦૦ કરોડની પ્રોપર્ટી શોધી કાઢી છે. આ બેનામી પ્રોપર્ટીમાં મિલકતો, જમીન પ્લોટ અને શેરનો પણ સમાવેશ થઇ રહ્યો છે. આ બેનામી પ્રોપર્ટી અગામી દિવસોમાં ટાંચમાં લેવામાં આવશે.

સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ હજુ કરોડો રુપિયાની બેનામ પ્રોપર્ટી અંગેની વાતો તેમને મળી રહી હોવાથી  તેના પર પણ સર્ચ કરવામાં આવશે. ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમીશ્નર પી.સી. મોદીએ અઠવાડિયા અગાઉ જ ૪૮૨ કરોડની બેનામ પ્રોપર્ટી ટાંચમાં લીધી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમની ટ્રાન્સફર બાદ તેમની જગ્યાએ આવેલા ગુજરાતના આયકર વિભાગના વડા તરીકે એ.કે. જયસ્વાલે પણ કવાયતને વેગ આપ્યો છે. ગુજરાતમાં આયકર વિભાગ દ્વારા ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના બેનામી પ્રોપર્ટી શોધવા માટે કરી છે. જેમાં પ્રિન્સિપલ ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન અમિત જૈનની આગેવાનીમાં ખાસ અધિકારીઓની ટીમ સતત બેનામ પ્રોપર્ટી શોધવા માટે કવાયત કરી રહી છે. આયકર વિભાગ ઘણા લાંબા સમયથી સુષુપ્ત રહ્યા બાદ બે વર્ષથી સક્રિય થતા જ કરચોરો દોડતા થઇ ગયા છે.

આયકર વિભાગે ગયા વર્ષે જ દેશભરમાં મોટાપાયે દરોડા પાડીને અને સર્ચ કરીને કરોડો રુિ૫યાનું કાળુ નાણુ શોધી કાઢ્યુ હતું. ત્યાર બાદ સરકારે કરચોરને કાળુ નાણુ જાહેર કરવા માટે. ઇનકમ ડેક્લેરેશન સ્કીમને લોંચ કરવા માટે સરકારે આયકર વિભાગ દ્વારા કરચોરો ઉપર ઘણુ દબાણ કરાવ્યુ હતું. આઇડી એસ અંતર્ગત રુપિયા ૬૭ હજાર કરોડ કરતા પણ વધારે કાળુ નાણુ જાહેર થયુ હતું. ત્યાર બાદ સરકારે કાળુનાણુ બહાર લાવવા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના હેતુથી રુપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.