Abtak Media Google News

યુગો પહેલાં ભગવાન નારાયણ કેદારેશ્વર શૃંગ ઉપર તપ કરતા હતા.તે તપશ્ચર્યાથી પ્રસન્ન થઇને શિવજી પ્રગટ થયા.

ભગવાન નારાયણે શીવજીને જ્યોતિર્લીંગ સ્વરુપે કાયમ બિરાજવા વિનંતી કરી, ભગવાન નારાયણની વિનંતીથી શિવજી સહમત થઇ જ્યોતિર્લીંગ સ્વરુપે બિરાજમાન થયા. જે આજે પણ કેદારેશ્વર સ્વરુપે સાક્ષાત દર્શન આપે છે.

આવા ભારતના શિરમોડ તીર્થ બદ્રિ-કેદારેશ્વરના દર્શન માટે એક કિલોમીટર લાઇનમાં ઉભા રહેવાનું હોયછે. આવા કઠિન અને બરફથી ઘેરાયેલા કેદારેશ્વર અને બદ્રીનાથના દર્શનમાં એસજીવીપી ગુરુકુલના કનુ ભગત તથા શામજી ભગત સાથે મેમનગર ગુરુકુલ સ્કુલના શિક્ષક વિશાલ છત્રોલા જોડાયા હતા અને ભાવથી દર્શન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.