Abtak Media Google News

TikTok પર પ્રતિબંધ બાદ યુઝર્સ ખૂબ જ નિરાશ થયા હતા. TikTok ના પ્રતિબંધ પછી, બીજી ઘણી શોર્ટ વિડિયો એપ્સ માર્કેટમાં ધસી આવી છે અને તેને ઘણી પસંદ પણ કરવામાં આવી રહી છે. પરંતુ તેમની સાથે TikTok ની સરખામણી કરવી ખોટું હશે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. આ સમાચાર અનુસાર, TikTok ભારતમાં ફરીવાર દસ્તક દેવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં ફરીથી લોકપ્રિય શોર્ટ વીડિયો TikTokની એન્ટ્રી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે TikTok હાલમાં ભારતમાં પ્રતિબંધિત છે.

મળતી માહિતી અનુસાર બાઈટડાન્સ ભારતમાં પોતાના માટે ભાગીદારની શોધમાં છે. કંપની એવા પાર્ટનરની શોધમાં છે જે તેને દેશમાં ફરીથી લૉન્ચ કરવામાં અને જૂના અને નવા કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવામાં મદદ કરશે. આ કારણે બાઈટડાન્સ દેશની બહાર હતું. તેના પર આરોપ હતો કે તે ચીન સાથે ડેટા શેર કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાઈટડેન્સ આ માટે હિરાનંદાની ગ્રુપ સાથે વાતચીત કરી રહી છે.

પણ આ મામલા સાથે જોડાયેલા સૂત્રોનો હવાલો આપતા એક રિપોર્ટના અનુસાર આ ટૂંક સમયમાં બદલાઈ શકે છે. કથિત રીતે, ચીની ફર્મ હીરાનંદાની ગ્રુપ સાથે પાર્ટનરશિપ માટે વાતચીત કરી રહી છે. આ સમૂહ મુંબઈની એક ફર્મ છે જે Yotta Infrastructure Solutions અંતર્ગત ડાટા સેન્ટરનું સંચાલન કરે છે.

TikTok ની પેરેન્ટ કંપની ભારતમાં ફરી કાર્યરત થવા માટે સ્થાનિક ઉકેલ શોધી રહી છે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ અંગેની વાતચીત અત્યારે ઔપચારિક તબક્કે પહોંચી નથી. પરંતુ, કેન્દ્રને તેની જાણ છે. આ કારણે, તે મંજૂરી માટે પહેલાબિઝનેસ મોડલને જોશે. બાઈટડાન્સ માટે ભારતમાં પ્રવેશવા માટે ભાગીદારી મોડલ શ્રેષ્ઠ માર્ગ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.