Abtak Media Google News

સુરતના કપડાના વેપારીની કૌભાંડમાં  સંડોવણી ખુલી ‘તી: સીબીઆઈ કોર્ટે જેલ વાસ લંબાવ્યા અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

ઈંઅજ અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સીબીઆઈએ પકડેલા સહ આરોપી રફીક મેમણની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ વી.વી. પરમારે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે, આ કેસના મુખ્ય આરોપી આઈએએસ અધિકારી કે.રાજેશ સહિત અન્યો સામે તપાસ ચાલી રહી છે. મુખ્ય આરોપી કે.રાજેશની ધરપકડ હજુ સુધી થઈ શકી નથી. આરોપી સામે ગુનાની ગંભીરતા, ગુનાની સજા માટેની જોગવાઈ અને તપાસના દસ્તાવેજો જોતા જામીન આપી શકાય નહીં.

આ કેસના રેકર્ડને જોતા પ્રાથમિક ધોરણે જણાય છે કે, સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશ દ્વારા મથુર સાકરિયા પાસેથી લાંચ માગવામાં આવી હતી. જેથી જામીન અરજી ફગાવવામાં આવે છે.

અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ, સુરતના રફીક મેમણ સહિત અન્યો સામે દિલ્હી સીબીઆઈએ ભષ્ટ્રાચાર, પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ સુરતથી રફીક મેમણની ધરપકડ કરીને આઈએએસ અધિકારી કે.રાજેશના ઘરે સીબીઆઈએ દરોડા પાડયા હતા. જેમાં મહત્વના પુરાવા સીબીઆઈને હાથ લાગ્યા હતા.

સીબીઆઈએ રફીક મેમણના ઘરે તથા ઓફિસથી કે. રાજેશ સાથે સંલગ્ન મહત્વના પુરાવા મળી આવ્યા હતા. જે બાદ પકડાયેલા રફીક મેમણને કોર્ટે જેલમાં મોકલી આપ્યો હતો. આ દરમ્યાનમાં આરોપી રફીક મેમણે જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં સીબીઆઈના તપાસનીશ અધિકારી રાજબીરસિંહએ એફિડેવિટ રજૂ કરીને તપાસની વિગતો રજૂ કરી હતી.

સીબીઆઈના ખાસ એડવોકેટ શ્રીધર દ્વીવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીએ 4 નામે ઈન્વોઈસ બનાવ્યા હતા.જેમાં પરેશભાઈ, પ્રફુલભાઈ, સર નામનો ઉપયોગ કરવામાં આવ્યા હતા. જે ચારેય ઈન્વોઈસ બનાવટી હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. આરોપીના ઘરે અને દુકાનોમાંથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે.જેની હાલમાં તપાસ ચાલુ છે. આરોપી સામે ચાર્જશીટ કરવાની બાકી છે. આરોપીને જામીન મળશે તો સાક્ષીઓ અને પુરાવાને અસર કરી શકે તેમ છે. આરોપી જામીન મળ્યા બાદ ની જવાનીશકયતા નકારી શકાય તેમ નથી.આરોપીના ઘરે અને દુકાનોથી આ અંગેના દસ્તાવેજ સીઝ કરવામાં આવ્યા છે.

હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે, ચાર્જશીટ થવાની બાકી છે જામીન મળશે સાક્ષીઓ અને પુરાવાને અસર કરશે. ભાગી જશે, કેસની ટ્રાયલ માટે હાજર રહેશે નહીં. આરોપની ગંભીરતા, ગુનાની સજા માટેની જોગવાઈ, આરોપી સામેના પુરાવા જોતા આરોપીને જામીન આપવા યોગ્ય નથી. જે બાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.