Abtak Media Google News

જિલ્લાના 11 તાલુકામાં પ્રવેશપાત્ર 14621 બાળકો પૈકી 7555 કુમારો, 7066 ક્ધયાઓ અને 28 દિવ્યાંગ બાળકોનો સમાવેશ

છેલ્લા ત્રણ વર્ષથી કોવિડ પરિસ્થિતિને કારણે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન શક્ય બન્યું નહોતું. ત્યારે આ વર્ષે 23 જૂન થી 25 જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર  અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2022ની જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

શાળા પ્રવેશોત્સવને સામાજિક જવાબદારી અને ભાવપૂર્વકની ઝુંબેશ સમજીને બાળકોનો શાળામાં પ્રવેશ થાય તે રીતે કામગીરી કરવાનો અનુરોધ કરતાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારીએ આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે સંકલન સાધીને વધુમાં વધુ બાળકોનો પહેલાં ધોરણમાં પ્રવેશ સુનિશ્ચિત થાય તે રીતે કામગીરી કરવા કહ્યું હતું. તેમજ પોતાના બાળકોનું એડમિશન લેતા હોય તેવી લાગણી સાથે આ પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવી જોઈએ. વધુમાં કલેકટર એ ઉમેર્યું હતું કે “બેટી બચાઓ, બેટી પઢાઓ”ની યોજના હેઠળ જે ક્ધયાઓએ અભ્યાસ છોડી દીધો હોય તેઓ શાળામાં પરત ફરે તેવા સ્તુત્ય અને ગંભાીર પ્રયાસો કરવા અધિકારી ઓને માર્ગદર્શન આપ્યું હતું.આ તકે જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરીએ વીડિયો કોંફરન્સ મારફત જોડાયેલા મામલતદાર ઓ અને પ્રાંત અધિકારી ઓને જરૂરી સલાહ સુચનો આપીને તેમણે કરેલી કામગીરી અંગેની વિગતો મેળવી હતી. તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે સમિતિના અધ્યક્ષોને સરકારશ્રીના આ આયોજનને સફળ બનાવવા ઉમદા કામગીરી કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી  ડી.આર.સરડવાએ શાળા પ્રવેશોત્સવના આયોજન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકા સહિત ધોરણ – 1 માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા 14,621 છે. જેમાં 7,555 કુમારો અને 7066 ક્ધયાઓનો સમાવેશ થાય છે. જેમાં 28 દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે. વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતમાં 75 રૂટ સાથે 23,24 અને 25ના કાર્યક્રમની ઉજવણી કરવાના આવશે. આ ઉત્સવ ખૂબ સારી રીતે યોજાય, તે માટે તાલુકા દીઠ નોડલ ઓફિસરની નિયુક્તિ પણ કરવામાં આવી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર  કેતન ઠક્કર, ડેપ્યુટી કલેકટર વીરેન દેસાઈ, ડેપ્યુટી ડી.ડી.આ  રાહુલ ગમારા સહિતના સંબંધિત વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.