Abtak Media Google News

27 સપ્ટેમ્બર , 2014 ના દિવસે સંયુકત રાષ્ટ્ર મહાસભામા વકતવ્ય આપતિ વેળાએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાભરમા યોગ દિવસ મનાવવાનુ આહ્વાન કર્યુ.આશ્ર્ચર્યની ઘટના એ હતિ કે ભારતની આ મહાનત્તમ અને ધર્મનિરપેક્ષ પરંપરાનો વિષયક પ્રસ્તાવને ત્રણ જ મહિનામાં સ્વીકારી લેવામાં આવ્યો અને 2015 ની 21 જુન ના દિવસે વિશ્ર્વે પહેલો યોગ દિવસ મનાવ્યો ત્યારે ભારતના ચોટીના સિયાચીન ગ્લેશિયર થી લઇ દક્ષીણના ક્ધયાકુમારી સ્થિત વિવેકાનંદ કેન્દ્ર સુધી સ્થાન સ્થાન પર મેદાનોમા , સ્કુલ , શાળા , કોર્પોરેશન , સરકારિ ઓફીસો , બાગ – બગીચા જેવા તમામ સ્થળે તો ભારતમાં યોગ દિવસ ઉજવાય જ છે. પરંતુ ધાર્મિક માન્યતાઓથી પરે શરિર-મન-બુદ્ધિને એક લયમાં કાર્ય કરવા માટે પ્રેરતી આ પરંપરા વિદેશમાં યુરોપ અમેરિકાના ક્રિશ્ર્ચન દેશો ઉપરાંત અખાતના અને વિશ્ર્વના અન્ય મુસ્લીમ દેશોમા પણ હરવર્ષ આ યોગદિવસ એક આંતરાષ્ટ્રીય સ્તરે ન માત્ર શરિરના સ્વાસ્થ્ય પરંતુ મન-બુદ્ધિ માટે પણસ્વાસ્થ્યપ્રદ હોય એક સામુહિક સ્વરુપમા અબાલ-વૃદ્ધ- બાળકો -માતા-બ્હેનો-ભાઇઓ એક ઉત્સ્વની માફક આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે અને વિશ્ર્વમા શાંતિ , સલામતિ અને સમૃદ્ધિ ની વિશ્ર્વમંગલની કામના વ્યકત કરે છે.આ એકમાત્ર એવો ઉત્સ્વ છે જેમા સૌ કોઈ જ્ઞાતિ-જાતિ-પંથ-મત- સંપ્રદાય વગેરે થી ઉપર ઉઠી ખુલ્લા મેદાનમાં ચટ્ટાઇ પાથરી સામુહિક રિતે એક લય-તાલ અને સુરમાં યોગ અને પ્રાણાયમ સાથે સુર્યનમસ્કાર કરતા નજર આવે છે.

આમ તો સમરસતાના મહાસમરમાં જુન મહિનો એટલે સમતા-સ્વતંત્રતા-સમાનતા અને બંધુતાને ભારતિય સમાજ ના વ્યાવહારીક જીવનમાં ઉતારવા માટે જીવન આહુત કરી દેનારા મહાનુભાવોના આવિર્ભાવ અને મહાભીનિષ્ક્રમણનો માસ . 15 એપ્રિલ 1563ના દિવસે શિખો સંપ્રદાયના ચોથા ગુરુ શ્રી રામદાસજીના ઘરે અર્જુનદેવજીનો જન્મ.શાંતિ ના પુંજ નામથી વિખ્યાત ગુરુ અર્જુનદેવજીએ શિખ ધર્મના પ્રચાર-પ્રસાર માટે તરનતારન નગર વસાવ્યુ તો સાથો સાથ શ્રી ગુરુ ગ્રંથ સાહેબની રચના દ્રારા સમગ્ર વિશ્ર્વને શાંતિ – ભાઇચારો અને ઐકયનો મંત્ર આપી તરનતારનમા દરબાર સાહેબનું નિર્માણ કરાવ્યુ.આ નગર વસાવતી વેળાએ ગુરુએ વરદાન આપેલુ કે આ નગરી ખુદ તરસે અને બીજાને તારસે.ગુરુ અર્જુનદેવજીએ બાબાસાહેબની માફક પ્રત્યેક જુલ્મો સ્વયં સહન કરીને પણ જગતને શાંતિનો -સદભાવનો સંદેશ આપ્યો એવા અર્જુનદેવજી 7 જુનનાં દિવસે ઘર્મકાર્યાર્થ શહિદ થયા.

શ્રી ગુરુ અર્જુનદેવજીનો 413 મો શહિદ દિવસ દુનિયાભરમા આ જુન માસમા મનાવાય રહ્યો છે.તો 9 મી જુનને સમગ્ર વનવાસી બંધુઓના ભગવાન એવા બિરસા મુન્ડાના બલીદાન દિવસ તરીકે ઉજવાય છે.સુગના મુંડા અને કરમી હાતૂ ના પુત્ર બિરસા મુંડાનો જન્મ15 નવંમ્બર,1876 ના દિવસે થયો હતો.પ્રારંભીક શિક્ષા અંગ્રેજી સ્કુલમા ચાલતી ત્યારે બચપન થી જ મન હંમેશા બ્રિટીશ શાસકો દ્રારા ભારત અને ભારતીયોની અવદશા પર જ સતત વિચારતુ રહેતુ.એમણે મુંડા લોકોને અંગ્રેજો થી મુક્તિ મેળવવા માટે નેતૃત્વ પ્રદાન કર્યુ.1894 મા આવેલા ભયંકર દુષ્કાળ અને મહામારી સમયે બિરસાએ પુરા મનથી વનવાસી બંધુઓની સેવા કરી.એમના જીવનકાળ દરમ્યાન એમના કતૃત્વને કારણે એક મહાપુરુષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.1895 મા એમને ગિરફતાર કરવામાં આવ્યા અને બે વર્ષના કારાવાસની સજા મળી.1897 થી 1900 ના સમયમાં મુંબાઓ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ ખેલાયુ જેમા અંગ્રેજોને જંગલમા લડતા નાકે દમ આવી ગયો.1900 માં ચક્રધર ખાતે બિરસાની ફરી એકવાર ધરપકડ કરવામા આવી.9 જુન , 1900 ના દિવસે જ રાંચી કારાવાસમાં એમણે અંતિમ શ્ર્વાસ લીધો.ક્રાંતિકારી શ્રી ગોપબંધુ દાસનો જન્મ ઓરિસ્સા પાસેના એક નાનકડા ગામમાં થયો હતો.

નાનપણથી જ તે અંધશ્રદ્ધા અને વહેમોયુક્ત ધાર્મિક વિચારોથી મુક્ત હતા. થોડો સમય શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ વકાલત શરૂ કરી અને સાથે સાથે યુવાનોને જાગ્રત કરી એમની રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં તેઓ લાગી ગયા. ગોપબંધુ લોકકલ્યાણના અનેક કાર્યોમાં મશગુલ રહ્યા. પૂર અને દુષ્કાળ રાહતનું કાર્ય એમની પ્રવૃતિનું મુખ્ય અંગ હતું. 12 જુન,1928ના રોજ એમનું અવસાન થયું. ઓરિસ્સામાં પત્રકારત્વનો પાયો ઘડતર કરવાનો યશ ગોપબંધુને જ ઘટે છે.

જાતિના પુછો સાધુ કી , પૂછી લીજીયે જ્ઞાન મોલ કરો તલવાર કા , પડા રહન દો મ્યાન . જેવા અનેક દોહાઓના રચનાકાર , કવિ અને સમાજસુધારક સંત કબીરનો જન્મ 14 જુન 1398 મા થયો હતો.સમાજમાં વ્યાપ્ત છુઆછુત , પાખંડ , અત્યાચાર , કુરિતી વિરુદ્ધ એમણે પોતાના કદમ ઉપાડયા અને આ તમામ પાખંડો વિરુદ્ધ મજબુત લડાઇ લડી આ વાડાબંધી દુર કરવામાં પોતાનુ અમુલ્ય યોગદાન આપ્યુ.કોઇપણ ધર્મ અલગ નથી હોતો.આપણે બધા એકષજ ઇશ્ર્વરની દેન છીએ .1398 મા લહર તારા કાશીમાં પિતા નિરુ અને માતા નીમાને ત્યા બ્રાહ્મણ પરિવારમાં સંત કબીરનો જન્મ.વિધવા માતા સમાજના ડરથી એક તળાવ પાસે બાળક કબીરને ત્યજી આવેલા.

એક નિરુ નામના વ્યકિત ત્યાંથી પસાર થતા હતા તે ઘરે લાવ્યા અને ઉછેર કર્યો.નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સંત કબીર નાનપણથી જ સતસંગી રહ્યા અંતે સ્વામી રામનંદ સરસ્વતિનું શિષ્યત્વ બન્યા .પ્રાથમીક શિક્ષાથી વંચીત રહ્યા છતા હિંન્દી , અવધી , વ્રજ અને ભોજપુરી ભાષા પર એમની પક્કડ ઘણી મજબુત હતી.બધા પ્રાણીઓ એક રકત અને માંસના બનેલા છે તો તેમા બ્રાહ્મણ અને શુદ્ર જેવા ભેદો ક્યાં છે ?? ભક્તિ આંદોલન ના સુધારાવાદી સંતો માં કબીરજીનું એક વિલક્ષણ સ્થાન છે.

એક કિશોરે તેના પિતાને કહ્યું કે મારે થોડાક રૃપિયા જોઇએ છીએ. દીકરાની વાત સાંભળીને પિતાજીએ પૂછ્યું, ’કેમ ? કાલે તો તું દસ રૃપિયા લઇ ગયો હતો. ફરી આજે કેમ પૈસા જોઇએ છે ?’

છતાં પિતાજીએ પોતાના પુત્રને જોઇતા રૃપિયા આપ્યા, પરંતુ પુત્ર આપેલા રૃપિયાનું શું કરે છે તે જોવા નોકરને તેની પાછળ મોકલ્યો.કિશોર પિતાજી પાસેથી પૈસા લઇને એક ગરીબ વસ્તી તરફ ગયો અને એક ગરીબ બાળકને પોતાની સાથે લઇને એક પુસ્તકની દુકાને ગયો. પિતાએ આપેલા પૈસામાંથી તે કિશોરે પેલા ગરીબ વિદ્યાર્થીને પાઠયપુસ્તકો અપાવી દીધાં. તેના પિતાએ તેની પાછળ મોકલેલ નોકર આ બધું જોઈ રહ્યો હતો. તેને હૃદયથી પોતાના શેઠના દીકરા માટે માન થયું.થોડીવાર પછી પુત્ર પાછો ઘેર આવ્યો. નોકરે શેઠને અગાઉથી બધી વાત કરી દીધી હતી. ઘરમાં આવતાવેંત જ પિતાજી તેના પુત્રને ભેટી પડયા.

આ દયાવાન કિશોર એટલે દેશબંધુ ચિત્તરંજનદાસ જેઓ 16 જૂન 1925 ના દિવસે શહીદ થયા. આગળ જતા દેશબંધુ ચિત્તરંજનદાસ તરીકે જાણીતા થયા.

આજ કડીમા શિવાજી જેવા ચક્રવર્તિ હિન્દુ સમ્રાટને જન્મ આપનારી માતા જીજાબાઇનું દેહાંત 17 જુન,1674 ના દિવસે થયુ.અલ્પાયુમા જ શહાજી સાથે વિવાહ થયા બાદ શિવાજીના જન્મ પછી પતિએ ત્યાગ કર્યો બાદમાં અનેક કષ્ટો વેઠી અને શિવાજીમા ભગવાન રામ-કૃષ્ણએ આપેલા સમરસતા અને વિરવૃતિનું સિંચન કર્યુ.તો 17 જુન , 1966 ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લાખો સ્વયંસેવકોને સમરસતા – સમતા અને બંધુતાના ભાવને વ્યવહારીક જીવનમાં સેવા દ્રારા પ્રગટીકરણનો સંસ્કાર આરોપીત કરનારા સંઘનાં તૃતિય સરસંઘચાલક શ્રી મધુકર દત્તાત્રેય દેવરસ ઉપનામ ’બાળા સાહબ દેવરસ ’ એ પણ આ જ દિવસે અનંતની યાત્રાએ પ્રયાણ કર્યુ.તો શિક્ષા અને પોતાના અધીકારો બાબતે રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના ભીલોને જગાડનાર ભીલ બાલીકા કાલીબાઇનું આ દિવસે બલીદાન થયુ.

તો 26 જુનનો એ પવિત્ર દિવસ જયારે કોલ્હાપુરના મહારાજા છત્રપત્તિ શાહુજી મહારાજનો જન્મદિવસ.જેમણે સામાજીક વિષમતા અને ભેદો દુર કરવા શિક્ષણ , સ્વાસ્થ્ય અને એ સમયમાં આરક્ષણ લાગુ કરવાના ક્ષેત્રે પહેલ કરી.એવા શાહુજી મહારાજે બાબાસાહેબ ડો.આંબેડકરના અભ્યાસ માટે તો આર્થિક મદદ અનેક વાર કરી ઉપરાંત બાબાસાહેબના પોતાના મૂક બંધુઓના ભાવને વાચા આપવા શરુ કરાયેલા ’મૂકનાયક’ ને પ્રારંભમા જ રુ.250 ની એ સમયમાં મદદ કરી.

પાછા ફરીએ આજના આપણા 21 જુનના યોગદિન ઉપર તો બાબાસાહેબ ડો.આંબેડકરે સેવેલા એ સમતા -સમરસતા અને બંધુતાનો આવિર્ભાવ જેમા અભિવ્યકત થાય છે એવો આપણો આ પરમ પવિત્ર દિવસ.ભારતીય પરંપરા માં વ્યકત સંગચ્છદવમ સંવદદ્વમ સંમોમનાસી જાનતામ્ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે અર્થાત : એક સાથે ચાલવુ ,એક સમાન બોલવુ , પરાપૂર્વે દેવોએ જેમ સામસામે ભાગ પાડી અને ભોજન આરોગેલુ એવી સમાનતાનો ભાવ અહીં આ દિવસે વ્યકત થાય છે.ભારતના રુષી આચાર્ય પતંજલીના યોગસુત્રમાં નિહિત ’યોગ’ શબ્દનો અર્થ જ જોડવુ એવો થાય છે.તો સમાજનો નાનામાં નાનો એકમ એવો વ્યક્તિ તન- મન થી સ્વસ્થ અને સુદ્રઢ બની અને તેના દ્રારા સ્વસ્થ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ જેના દ્રારા આધુનિક અને વિકસીત ભારતનું નિર્માણ થાય અને વિશ્ર્વગુરુના સ્થાને વિરાજીત ભારત અને ભારતીયો દ્રારા વિશ્ર્વમંગલની કામના અને વૈશ્ર્વીક શાંતિ , સલામતિ અને સમૃદ્ધી સાથે તમામ ભેદો નષ્ટ થઇ એક અને નેક એવા સમરસ ભારતના નિર્માણનો સંકલ્પ એટલે જ યોગ: કર્મષુ કૌશલમ્.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.