Abtak Media Google News
  • વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે : કુલપતિ ડો.ચેતન ત્રિવેદી
  • વિદ્યાર્થીઓને વિવિધ આવડતની સાથે માનવધર્મનું મહત્વ પણ આ કોર્ષ દ્વારા સમજાવવામાં આવશે : જ્ઞાનવિજય સ્વામીજી

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ અને બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.)ના સયુંકત ઉપક્રમે આજરોજ આઈ.પી.ડી.સી. (ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્ષ) અંતર્ગત અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. “ધ હાર્ટ ઓફ એજ્યુકેશન” ના મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલ આ વર્કશોપમાં યુનિવર્સિટી ભવનના તમામ અધ્યક્ષો અને અધ્યાપકો, યુનિવર્સિટી સલંગ્ન કોલેજોના ટ્રસ્ટીઓ અને આચાર્ય ઓ, સાળંગપુર ખાતેથી બી.એ.પી.એસ.ના   સ્વામી ઓ વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Img 20220620 Wa0012

વર્કશોપમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાકુલપતિશ્રીપ્રો.(ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓની ઉજ્વળ કારકિર્દીનું ઘડતર થાય તે માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓને ઉપયોગી બનવાના હેતુથી શૈક્ષણિક વર્ષ 2022-23 થી જ ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્ષ યુનિવર્સિટીના ભવનો  ખાતે અને સલંગ્ન કોલેજોમાં શરુ કરી દેવામાં આવશે તેવું પણ કુલપતિશ્રીએ જણાવ્યું હતું. સેમેસ્ટર – 1 અને સેમેસ્ટર – 2 દરમ્યાન આ કોર્ષ પૂર્ણ કરવાનો રહેશે.

સાળંગપુર મંદિર ખાતેના બી.એ.પી.એસ.ના પૂજ્ય જ્ઞાનવિજયસ્વામીજીએ આ કોર્ષ વિષે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વિવિધ સ્કીલ્સની સાથે સાથે માનવધર્મનું મહત્વ પણ આઈ.પી.ડી.સી. દ્વારા સમજાવવામાં આવશે. આજના યુગમાં સોશ્યલ મિડિયાનું હેન્ડલિંગ કઈ રીતે કરવું અને સમયની સાથે વિદ્યાર્થીઓનો વ્યક્તિગત વિકાસ કઈ રીતે થાય તે બાબતે શ્રી જલય સોનીએ ઉપયોગી માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને આઈ.કયું.એ.સી.ના કોઓર્ડીનેટર ડો.ફિરોઝ શેખ, ડો.ઓમ જોષી સહિતની ટીમે કર્યું હતું. પૂ.નારાયણ પ્રકાશ સ્વામીજી, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.મયંક સોની સહિત ભવનના તમામ અધ્યક્ષો, અધ્યાપકો, સલંગ્ન કોલેજના અધ્યાપકો વિગેરે હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.