Abtak Media Google News

3 જુલાઇએ પ્રોવીઝનલ મેરિટ લીસ્ટ જાહેર કર્યા બાદ પ્રથમ રાઉન્ડ માટે 18 થી 23 ઓગસ્ટ વચ્ચે ચોઇસ ફિલીંગ: 1લી સપ્ટેમ્બરથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

રાજ્યની એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજથી 20 જુલાઇ સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. 3 જુલાઇએ પ્રોવીઝનલ મેરિટ લીસ્ટ જાહેર કર્યા બાદ પ્રથમ રાઉન્ડ માટે 18 થી 23 ઓગસ્ટ વચ્ચે ચોઇસ ફિલીંગ બાદમાં 1લી સપ્ટેમ્બરથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. એમબીએ-એમસીએ સહિતની 19 હજાર બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવશે.

એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે કુલ 40 વિવિધ યુનિવર્સિટીઓ બોર્ડમાંથી સ્નાતક થયા હોય તેઓને પ્રવેશ માટે લાયક ગણવામાં આવે છે. વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માટે સરળતા રહે તે માટે 65 જેટલા સાઇબર સેન્ટરોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોલેજોમાંથી પાસ થયેલા અને સીમેટની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ પાત્ર ગણવામાં આવે છે. સરકારી અને ગ્રાન્ટેટ કોલેજના બેઠકના 95 ટકા અને સ્વનિર્ભર કોલેજોની 50 ટકા બેઠકો પ્રમાણે પ્રવેશ ફાળવણી કરવામાં આવશે. 1લી સપ્ટેમ્બરથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે. બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 3 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કોઇપણ ઉમેદવારે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે રૂબરૂ આવવાનું રહેશે નહિં તેવી તાકીદ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે ગત વર્ષે એમબીએ-એમસીએમાં 5 હજારથી વધુ બેઠકો ખાલી પડી હતી. સિમેટ પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ કરતા સિમેટ પાસ કરી ન હોય તેવા વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.