Abtak Media Google News

ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું કહી રૂા.1.59 લાખ બેન્ક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરતા નેત્રહીન શખ્સની ધરપકડ

શહેરમાં ચોર અને ગઠીયાએ પડાવ નાખ્યો હોય તેમ સોની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી અને ચોરીના ગુના દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે શિક્ષિત બે યુવતી સાથે નેત્રહીન શખ્સે નર્સિંગમાં નોકરી અપાવી દેવાના બહાને રૂા.1.59 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઠગાઇના ગુનામાં સંડોવાયેલા સરપદડના પ્રજ્ઞાચક્ષુની ધરપકડ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાશી વિશ્ર્વનાથ પ્લોટ શેરી નંબર 10માં રહેતી દિવ્યાબેન મનુભાઇ વેકરીયા નામની પટેલ યુવતીએ પડધરી તાલુકાના સરપદડ ગામના પ્રજ્ઞાચક્ષુ પ્રહલાદ ઉર્ફે સાગર હીરાલાલ ઝાલા નામના શખ્સ સામે નર્સિંગની સરકારી નોકરી અપાવવાના બહાને રૂા.1.59 લાખની છેતરપિંડી કયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. સી.જી.જોષી, પીએસઆઇ એસ.એચ.નિમાવત અને હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઇ સહિતના સ્ટાફે ઠગાઇના ગુનામાં પ્રહલાદ ઝાલાની ધરપકડ કરી છે.

Screenshot 1 12

મુળ જસદણ તાલુકાના સાણથલી ગામની વતની અને રાજકોટમાં ન્યુબલ સુપ્રાટેક લેબોરેટરીમાં રિસેપ્શન તરીકે નોકરી કરતી દિવ્યાબેન વેકરીયાની સરદપડ રહેતી બહેનપણી લક્ષ્મીબેન મકવાણાએ પોતાના ગામના દ્રષ્ટ્રીહીન પ્રહલાદભાઇ ઝાલા ગોલ્ડ મેડાલીસ છે. તેઓને ગાંધીનગરમાં સારી ઓળખાણ છે. તે તમને નર્સિંગની નોકરી અપાવી દેશે તેમ કહી પ્રહલાદ ઝાલાનો મોબાઇલ નંબર આપ્યા હતા.આથી દિવ્યાબેન વેકરીયાએ પ્રહલાદભાઇ ઝાલાનો સંપર્ક કરતા તે દિવ્યાબેન વેકરીયાને મળવા આવ્યા ત્યારે સો ટકા નોકરી અપાવી દેશે તેમ જણાવતા તેના પર વિશ્ર્વાસ કરી દિવ્યાબેન વેકરીયા અને તેમના બહેનપણી નિધિબેન અરવિંદભાઇ ખેંગારે પણ નર્સિંગની નોકરી મેળવવા ફોર્મ ભર્યા હતા.

દિવ્યાબેન વેકરીયા અને નિધિબેન ખેંગારે તા.1 જાન્યુઆરીથી તા.8 માર્ચ દરમિયાન પ્રહલાદ ઝાલાના કહેવા મુજબ જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં રૂા.1.59 લાખ લાખ ઓન લાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ પ્રહલાદ ઝાલાનો સંપર્ક ન થતા બંને યુવતીને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરપદડના સુરદાર પ્રહાલદ ઝાલાની ધરપકડ કરી તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.