સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની 22 પોસ્ટ માટે કુલ 54 જગ્યા ભરાશે

ઉમેદવારો 7 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે: સિસ્ટમ મેનેજર, પબ્લિકેશન ઓફિસર, ડેપ્યુટી ઈજનેર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સિવિલ સુપરવાઈઝર, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટોર કિપર સહિતની જગ્યાઓ માટે ભરતી કરાશે

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સૌથી મોટી જાહેરાત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બિન શૈક્ષણિક સ્ટાફની કાયમી ભરતીની જાહેરાત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ રર પોસ્ટ માટે કુલ 54 જગ્યાઓ ભરશે. ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

મળતા અહેવાલ પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિસ્ટમ મેનેજર, પબ્લિકેશન ઓફિસર, ડેપ્યુટી ઈજનેર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સિવિલ સુપરવાઈઝર, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટોર કિપર સહિતની જગ્યાઓ માટે ભરતી કરાશે. તો બીજી તરફ ઉમેદવારોને લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે મેરિટ બનશે.