Abtak Media Google News

સગાઈ બાદ યુવતિએ બે પુત્રના પિતા સાથે પ્રેમ સંબંધ તોડી નાખતા રત્નકલાકાર ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા

જૂનાગઢ સી ડિવિઝન પોલીસની જવય ઝયફળ દ્વારા અરજદાર પીડિત મહિલાને યુવકના ત્રાસમાંથી મુક્ત કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ વધુ એક વખત સાર્થક કરી બતાવ્યું હતું.

સમાજમાં આબરૂ જવાનો ભય લાગતા, જૂનાગઢ શહેરના મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતી મહિલા વિણાબેન (નામ બદલાવેલ છે…), પોતાની સગાઈ થયેલ ભવિષ્યના પતિ સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, ગળગળા થઈને રજૂઆત કરેલ કે, ભૂતકાળમાં પોતાને એક પરણિત તથા બે છોકરાનો બાપ એવા હીરા ઘસતા બીજી જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો, પરંતુ બાદમાં પોતાની સગાઈ થઇ જતા તેણીએ તેના પ્રેમીને પ્રેમ સંબંધ રાખવા ના પાડતા, પ્રેમી યુવક પરાણે વાત કરવા મજબૂર કરી, અવાર નવાર યુવતી બહાર જતી ત્યારે રસ્તો રોકી, જબરજસ્તી કરી, ભૂતકાળમાં રાખેલ સંબંધ વખતના મોબાઈલમાં રહેલા ફોટો વિડિયો વાયરલ કરી, સમાજમાં બદનામ કરવાની તથા છરીઓ મારી, ઈજા કરવાની તેમજ સગાઈ કરેલ યુવકને પણ માર મારવાની સતત ધમકી આપી રહ્યો છે.

યુવતીની રજૂઆત મળતા જ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે. ગઢવી તેમજ જવય ઝયફળ ના મહિલા એએસઆઈ લીલાવતીબેન, પો.કો. શીતલબેન, અલ્પાબેન, મનીષાબેન, ભાવિકભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને શોધી કાઢી, ધમધમાવી, મોબાઈલ ચેક કરી, ગુન્હો નોંધવા કાર્યવાહી કરવા પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા યુવક અને તેના સંબંધીઓ મોબાઈલમાંથી વાંધાજનક ફોટા મોબાઈલ ફોર્મેટ મારી, કઢાવી દીધા હતા. ઉપરાંત, હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા કે હેરાન નહિ કરવા ખાતરી આપતા, દીકરી તથા સગાઈ થયેલ યુવક દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને હવે પછી તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.